Site icon Revoi.in

રશિયાએ યુક્રેનના ડિનિપ્રો શહેર પર કરેલા ડ્રોન હુમલામાં ચાર લોકોના મોત

Social Share

રશિયાએ ગત મોડી રાત્રે યુક્રેનના ડિનિપ્રો શહેર પર કરેલા ડ્રોન હુમલામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. રશિયાએ છોડેલા ડ્રોનનાં કારણેએક રેસ્ટોરાં સંકુલ અને ઘણી રહેણાંક ઇમારતોમાં આગ લાગી હતી.

જોકે, રશિયન સૈન્યએ આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી નથી દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ વિડિયો સંબોધનમાં રશિયા યુક્રેનના ઉર્જા માળખાને નિશાન બનાવી રહ્યું હોવાનો આરોપ મૂક્યો હતો.