પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ચાર યુવાનોના મોત
કોલકાતા, 30 જુલાઈ 2026: Road accident in Nadia district બંગાળના નદિયા જિલ્લામાં અંતિમ સંસ્કારમાંથી પરત ફરતી વખતે માર્ગ અકસ્માતમાં ચાર યુવકોના કરુણ મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગઈકાલે રાત્રે રાણાઘાટ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા મસુન્દા નજીક થયો હતો.
પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બાલાગઢ ઘાટ ખાતે એક સંબંધીના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને ચાર યુવકો એક જ મોટરસાયકલ પર મસુન્દા સ્થિત તેમના ઘરે પરત ફરી રહ્યા હતા. પરત ફરતી વખતે બાઇક અચાનક અનિયંત્રિત થઈ ગઈ અને પહેલાં રસ્તાની બાજુમાં આવેલા વીજળીના થાંભલા સાથે અને ત્યારબાદ નજીકની દીવાલ સાથે અથડાઈ.
બેના ઘટનાસ્થળે જ મોત
આ અકસ્માતમાં બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ગંભીર રીતે ઘાયલ અન્ય બે યુવકોને રાણાઘાટ સબ-ડિવિઝનલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ પહોંચતા તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા.
અંતિમ સંસ્કાર પછી ઘરે પાછા ફરી રહ્યા હતા
મૃતક પ્રતાપ પ્રમાણિકના કાકા વિશ્વજીત વિશ્વાસે જણાવ્યું હતું કે, સંબંધીના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને પરત ફરતી વખતે ચાર યુવકો એક જ મોટરસાઇકલ પર સવાર હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
વધુ વાંચો: શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ Gen Zની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરી


