Homerevoinewsસમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના કરવામાં આવી

સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના કરવામાં આવી

ગાંધીનગર, 30 જુલાઈ, 2026 – ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ સાંસ્કૃતિક સમિતિ દ્વારા માતા સરસ્વતી, મહર્ષિ વેદ વ્યાસ અને ગુરુ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

સર્વ પ્રથમ પ્રકૃતિ તુલસી પૂજન અને કુ. ઋષ્મિતા દ્વારા ગુરુવંદના ગાન કરવામાં આવ્યું. સાંસ્કૃતિક સમિતિ સંયોજક ડૉ સમિર ભટ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત અને ઉપાચાર્ય ડૉ. હેમંત વૈષ્ણવ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં વ્યક્તિના જીવનમાં ગુરુનું મહત્ત્વ મહર્ષિ વેદ વ્યાસ ના જીવન ચરિત્ર દ્વારા રજુ કરવામાં આવ્યું.

Guruvandana was performed on the occasion of Guru Purnima at Samarpan Arts and Commerce College.
Guruvandana was performed on the occasion of Guru Purnima at Samarpan Arts and Commerce College.

કાર્યક્રમનું આયોજન કોમર્સ વિભાગના અધ્યક્ષા ડૉ. લલિતા સોલંકી અને સંચાલન વિદ્યાર્થિની નેન્સી દ્વારા કરવામાં આવ્યું હતું, વરસાદી વાતાવરણમાં પણ મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular