ફ્રાન્સઃ કટ્ટરપંથીઓથી કંટાળીને એક વર્ષમાં 30 મસ્જીદ બંધ કરાઈ
દિલ્હીઃ ફ્રાંસની સરકારે દેશમાં ઝડપથી વધી રહેલા ઈસ્લામિક કટ્ટરપંથથી પરેશાન છે. તેને અટકાવવા માટે છેલ્લા એક વર્ષમાં 30 જેટલી મસ્જીદો બંધ કરાવી છે. ફ્રાંસના ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્મોનિનએ જણાવ્યું હતું કે, એક વર્ષમાં લગભગ 89 જેટલી શંકાસ્પદ મસ્જીદોની તપાસ કરાઈ છે. જે પૈકી અનેક મસ્જીદો બંધ કરાવવામાં આવી છે એટલું જ નહીં ચરમપંથીઓને પ્રોત્સાહન આપનારા સંગઠનો સામે પણ કાર્યવાહી કરાઈ છે.
ફ્રાંસમાં વિવાદીત મસ્જીદોને બંધ કરવાનું અભિયાન 2020થી શરૂ કરાયું છે. અલગાવવાદ વિરોધી કાનૂનનો અમલ કરાવાયા પહેલા જ ચરમપંથિઓને શરણ આપનારી 650 જેટલી જગ્યાઓ બંધ કરાઈ છે. ફ્રાંસ પોલીસે દેશમાં 24 હજાર સ્થળો ઉપર તપાસ કરી હતી. કટ્ટરપંથને પ્રોત્સાહન આપતી 89 જેટલી મસ્જીકોમાં તપાસ કરાઈ હતી. દેશના વિવિધ વિસ્તારમાં આવેલી છ મસ્જીદ બંધ કરવાની વિચારણા ચાલી રહી છે.
tags:
FRANCE