Homeગુજરાતીગૃહમંત્રી અમિત શાહથી સોનિયા ગાંઘીના પરિવાર જેવા VIPઓની સુરક્ષામાં હવે CRFની મહિલા...

ગૃહમંત્રી અમિત શાહથી સોનિયા ગાંઘીના પરિવાર જેવા VIPઓની સુરક્ષામાં હવે CRFની મહિલા કમાન્ડોને સામેલ કરાશે

  • અનેક વીઆઈ નેતાઓની સુરક્ષામાં મહિલાઓ થશે તૈનાત
  • આ માટે સીઆરએફની કમાન્ડો મહિલાઓને ફરજ સોંપાશે
  • આ કમાન્ડો મહિલાો અનેક તાલીમ પૂર્ણ કરી છે

 

દિલ્હીઃ- દેશમાં નેતાોની સુરક્ષા પર યકાસ ધ્યાન રાખવામાં આવે છે ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વીઆઈપી  સુરક્ષામાં પ્રશિક્ષિત સીઆરપીએફ મહિલા કમાન્ડોનો સમાવેશ થવા જઈ રહ્યો છે જે પ્રમાણે  પ્રથમ ટુકડી હવેથી ટૂંક સમયમાં ગૃહ મંત્રી અમિત શાહ, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિત્વ સાથે વિવિધ ફરજો નિભાવવા માટે તૈનાત કરવામાં આવશે. મહિલા કમાન્ડોની આ પ્રથમ ટુકડી પાંચ રાજ્યોમાં આગામી ચૂંટણી દરમિયાન આ નેતાઓ સાથે તૈનાત કરવામાં આવશે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એ તેમની વીઆઈપી સુરક્ષા વિંગમાં 32 મહિલા કમાન્ડોની પ્રથમ ટુકડીને તૈયાર કરી છે અને હવે તેને દિલ્હીમાં સ્થિત તેના વીઆપીઓની રક્ષા કે જઓને ટોચની Z+ સુરક્ષા  મળી તે તેમાં જોડવામાં આવશે

આ બાબતને લઈને સૂત્રોએ જણાવ્યું હતું કે આ મહિલા કમાન્ડોએ તેમની વીઆઈપી સુરક્ષા ફરજો, નિઃશસ્ત્ર યુદ્ધ, જામા સર્ચ અને ખાસ હથિયારો સાથે ફાયરિંગની તેમણએ 10 અઠવાડિયાની સખ્ત તાલીમ પૂર્ણ કરી છે અને હવે જાન્યુઆરીમાં કોઈ પણ સમયે તેઓને તૈનાત કરવામાં આવશે.

સૌ પ્રથમ શુઆતમાં આ મહિલા કમાન્ડોને દિલ્હી સ્થિત Z+ શ્રેણીના સુરક્ષા કર્મચારીઓ સાથે તૈનાત કરવામાં આવશે, જેમ કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કોંગ્રેસ પક્ષના અધ્યક્ષો સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી, અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને તેમની પત્ની ગુરશરણ કૌર વગેરે લોકોનો સમાવેશ થાય છે.

આ સુરક્ષા પ્રાપ્ત લોકો તેમની ઉચ્ચ જોખમ પ્રોફાઇલને કારણે એક અદ્યતન સુરક્ષા સંપર્ક પ્રોટોકોલ પણ પ્રદાન કરવામાં આવે છે. મહિલા કમાન્ડોની ટુકડી લગભગ ડઝન જેટલા અન્ય Z+ શ્રેણીના CRPF ગાર્ડ્સ સાથે વારાફરતી જાડોશે, સૂત્રોએ જણાવ્યું હતું. મહિલા કમાન્ડોને આ VIPની હોમ સિક્યોરિટી ટીમના ભાગ રૂપે તૈનાત કરવામાં આવશે અને પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં આવનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન જરૂર પડ્યે તેમની સાથે  હાજર પણ રહેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular