1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના કેસોમાં સામાન્ય ઘટાડો -છેલ્લા 24 કલાકમાં 2,483 નવા કેસ નોંધાયા,એક્ટિવ કેસ 15 હજારને પાર
કોરોનાના કેસોમાં સામાન્ય ઘટાડો -છેલ્લા 24 કલાકમાં 2,483 નવા કેસ નોંધાયા,એક્ટિવ કેસ 15 હજારને પાર

કોરોનાના કેસોમાં સામાન્ય ઘટાડો -છેલ્લા 24 કલાકમાં 2,483 નવા કેસ નોંધાયા,એક્ટિવ કેસ 15 હજારને પાર

0
Social Share
  • 24 કલાકમાં 2,483 નવા કેસ નોંધાયો
  • એક્ટિવ કેસની સંખ્યા 15 હજારને પણ પાર

દિલ્હીઃ– દેશભરમાં કોરોનાના દૈનિક કેસોમાં વધઘટ જોવા મળી રહી છે, જો કે છેલ્લા ઘણા અઠવાડિયાથી કોરોનાના કેસો 2 હજારને પાર જોવા મળે છે, જે થોડા જ એઠવાડિયા પહેલા 700 થી 800 નોઁધાતા હતા,દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધતા દૈનિક કેસોના આકંડો ઊચો ગયો છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કોરોનાના 2 હજાર 483 નવા કેસ સામે આવ્યા છે,એટલે કે એક દિવસ અગાઉની સરખામણીમાં આ કેસમાં 2 ટકાનો ઘટાડો થયો છે.

જ્યારે આ સમયગાળા દરમિયાન આ વાયરસને કારણે 1 હજાર 399 લોકોના મોત થયા છે.આ સાથે જ હવે કોરોનાથી મોતને એઙંટેલા લોકોનું કુલ સંખ્યા 5 લાખ 23 હજાર 622  પર પહોચી ચૂકી છે.આ સાથે જ પોઝિટિવિટી રેટ 0.55 ટકા નોંધાયો છે.

જો છેલ્લા 24 કલાક દરમિયાન સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો તે કુલ નાંધોતા કેસના 50 ટકાથી વધુ જોવા મળે છે,છેલ્લા 24 કલાકમાં 1 હજાર 970 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે અને હાલમાં દેશમાં કોરોનાના 15 હજાર 636 સક્રિય કેસ જોવા મળે  છે.જેમાં  સોમવારની તુલનામાં 866 કેસ ઘટ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code