1. Home
  2. ગુજરાતી
  3. મોંધી બ્લુટી પ્રોડક્ટસને બદલે ઘરે જ આ દેશી ઉપાયથી મેળવો ચમકતી ત્વચા
મોંધી બ્લુટી પ્રોડક્ટસને બદલે ઘરે જ આ દેશી ઉપાયથી મેળવો ચમકતી ત્વચા

મોંધી બ્લુટી પ્રોડક્ટસને બદલે ઘરે જ આ દેશી ઉપાયથી મેળવો ચમકતી ત્વચા

0
Social Share

સ્કિનકેર માટે માર્કેટમાં અનેક બ્યુટી પ્રોડક્ટસ મળે છે પરંતુ લોકોને ડર રહે છે કે, તેમાં હાજર કેમિકલ સ્કિનને નુકશાન તો નહીં કરેને, આ બ્યુટી પ્રોડક્ટથી ઝડપથી પરિણામ ઝડપથી મળે છે જ્યારે ક્યારેક-ક્યારેક નુકશાન પણ કરી શકે છે. આવામાં ઘરેલુ નુસ્ખાને અપનાવાની સલાહ આપવામાં આવે છે. ભારતમાં ફરીથી આર્યુર્વેદિક અથવા ઘરેલુ નુસ્ખાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

દેશી વસ્તુઓને સ્કીન ઉપર લગાવવાથી નુકશાન થવાની શક્યતાઓ ઘટી જાય છે. સ્કિનકેરની વાત કરીએ તો સ્ક્રબ, ક્લીજીંગ અને ફેસ ક્લિનઅપ માટે આવા અનેક દેશી ઉપાય ઉપલબ્ધ છે જેનાથી ચહેરા ઉપર રોનક જોઈ શકાય છે. ત્યારે આપણે ઘરે જ ખુબ ઓછા ખર્ચે ફેસ ક્લિનઅપ કરી શકીએ છીએ.

લીંબુ, બેસન, દૂધ અને ખાંડ જેવી વસ્તુઓ સરળતાથી મળી રહે છે જેનાથી આપ ચહેરાને ક્લિનઅપ કરી શકો છે. એક્સપોર્ટના મતે, આ વસ્તુઓથી અઠવાડિયામાં 3 વાર ક્લીનઅપ કરી શકો છો. ખાંડ સ્ક્રબનું કામ કરશે જ્યારે લીંબુ અને દૂધ ચહેરા ઉપર નિખાર લાવશે. આ ઉપરાંત બેસન પોષણ આપવાનું કામ કરે છે. આ વસ્તુઓથી ફેસની દેખભાળ કરવાથી ક્લીનજિંગ તો થશે જ સાથે હાઈડ્રેશન પણ યથાવત રહેશે.

ફેસ ક્લિંજિંગઃ ક્લિજીંગ કરવા માટે પોર્સમાં જમા થયેલી ગંદકી બહાર નીકળે છે. પોર્સમાં જો ગંદકી હોય તો ખીલ જેવી સમસ્યા ઉભી થઈ શકે છે. જો તેને કન્ટ્રોલ ના કરવામાં આવે તો ચહેરા ઉપર દાગ-ધબ્બા પડી શકે છે. જેથી પોર્સને ક્લીન કરવુ જરૂરી છે. ક્લિજીંગ માટે ગુલાબજળમાં લીંબુનો રસ મિલાવીને તેમાં રૂ પલાડીને ચહેરા ઉપર ઘસવુ જોઈએ. આમ કરવાથી ફેસ ઉપર જામેલી ગંદકી દૂર થઈ જશે.

સ્ક્રીન સ્ક્રબિંગઃ આ પ્રોસેસમાં સ્કિન ક્લીન થાય છે અને ડેડ સેલ્સ પણ દૂર થઈ ગાય છે. પરંતુ સ્ક્રબ કરતી વખતે ધ્યાન રાખવુ જોઈએ કે તે માઈલ્ડ હોવુ જોઈએ નહીં તો પોર્સ મોટા થઈ શકે છે. ફેસના સ્ક્રબિંગ કરવા માટે એક ચમકી દૂધમાં ખાંડ પાવડર મિલાવવો, જે બાદ હળવા હાથે સ્કિન ઉપર એકથી બે મિનિટ સ્ક્રબિંગ કરવું જોઈએ.

ફેસ ઉપર માસ્ક લગાવોઃ ક્લિજિંગ અને સ્ક્રબિંગ બાદ પોર્સને નોર્મલ કરવા માટે ફેસ પેક લગાવવુ જરૂરી છે. આ માટે બેસન, મધ અને થોડી હળદરનો ઉપયોગ કરો. એક વાસણમાં ચપડી હળદર, બેસન અને મધને મિક્સ કરો. જે બાદ તેને ચહેરા ઉપર લગાવો. 10 મિનિટ બાદ નોર્મલ પાણીથી ચહેરો ધોઈને માઈસ્ચરાઈઝર લગાવો.

આ વસ્તુઓનો ઉપયોગ કરવા માટે માત્ર રૂ. 50નો જ ખર્ચ થશે. તેમ આ 3 સ્ટેપ્સની પ્રોસેસથી સ્કિન ક્લીન થશે અને ચમકદાર નજર આવશે. આ નુસ્ખા અપનાવતા પહેલા પોતાની સ્કિન ટાઈપનું જરૂર ધ્યાન રાખો અને એસ્કપર્ટની સલાહ જરૂર લો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code