1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘અતરંગી રે’ દર્શકોના દિલ જીતવામાં ‘ચકાચક’ – ઘનુષ અને સારાની હટકે લવ સ્ટોરી, તો અક્ષયનું કાલ્પનિક પાત્ર દર્શકોને જકડી રાખે છે
ફિલ્મ ‘અતરંગી રે’ દર્શકોના દિલ જીતવામાં ‘ચકાચક’ – ઘનુષ અને સારાની હટકે લવ સ્ટોરી, તો અક્ષયનું કાલ્પનિક પાત્ર દર્શકોને જકડી રાખે છે

ફિલ્મ ‘અતરંગી રે’ દર્શકોના દિલ જીતવામાં ‘ચકાચક’ – ઘનુષ અને સારાની હટકે લવ સ્ટોરી, તો અક્ષયનું કાલ્પનિક પાત્ર દર્શકોને જકડી રાખે છે

0
Social Share
  • ફિલ્મ અતરંગીએ દર્શકોના જીત્યા દિલ
  • સોશિયલ મીડિયા પર ચકાચક હે તું ,,સોન્ગ ડ્રેન્ડ
  • અક્ષય કુમારનું કાલ્પનિક પાત્ર શાનદાર
  • સારા અને ઘુનષની હટકે લવ સ્ટોરી

ગઈ કાલે ડિઝની હોટ ્ટાર પર અક્ષયકુમાર, સારાઅલી ખાન અને ઘનુષ સ્ટારર ફિલ્મ અતરંગી રિલીઝ થઈ ચૂકી છે, આ ફિલ્મના સોંગ ચકાચક હે તું,,,,,,રિલીઝ થતાની સાથે જ હિટ રહ્યું હતું ત્યારે ફિલ્મે પણ કમાલ કરી છે, ઘર બેઠા પણ ફિલ્મને ઘણા દર્શકો પ્રથમ દિવસે જ મળ્યા હતા, આ ફિલ્મમાં અક્ષય કુમારનો જાદુ ચાલ્યો છે તો ફિલ્મ પણ દર્શકોને જકડી રાખવામાં ચકાચક સાબિત થઈ છે, તો સાથે સારા અલી ખાન અને ઘનુષની કંઈક હટકે લવ સ્ટોરી પણ જોવા મળી છે.

જો ફિલ્મની સ્ટોરની વાત કરવામાં આવે તો શું છે વાર્તાઃ ‘અતરંગી રે’ની વાર્તા રિંકુ સૂર્યવંશી (સારા અલી ખાન) અને વિષ્ણુ (ધનુષ)ની આસપાસ ફરે છે, આ બન્નેના  બળજબરીથી લગ્ન કરવામાં આવે છે. વિષ્ણુના હોમ ટાઉન તરફ જવાના માર્ગે, તેઓ બંને સંમત થાય છે કે તેઓ બંને આ લગ્નને માનશે નહી, કારણ કે બંનેની લાઈફમાં પહેલાથી જ કોઈ હોય છે.

ફિલ્મમાં એન્ટ્રી સજ્જાદ અલીની છે, જે અક્ષય કુમારનું પાત્ર ભજવી રહ્યો છે અને જે રિંકુના પ્રેમમાં છે. હવે રિંકુ પણ સજ્જાદના પ્રેમમાં છે અને તે વિષ્ણુને પણ પસંદ કરે છે અને તે આ પરિસ્થિતિઓનો કેવી રીતે સામનો કરે છે, આ અતરંગી રે ની વાર્તા છે, જો કે ફિલ્મ જોયા પછી તમને ખ્યાલ આવશે કે આ કોઈ સામાન્ય લવ સ્ટોરી નથી.કારણ કે સારા અલી ખાન જાદુગર સજ્જાદ અલીને પ્રેમ કરે છે તે પાત્ર તે પોતાના પિતાનું જીવતી હોય છે જે નથી તેના સાથે તે જીવી રહી હોય છે

ફિલ્મનું નામ આ ફિલ્મ જોતા ખબર પડે છે કે સાચુ સાબિત થાય છે, સારા અલીખાન અતરંગી બતાવવામાં આવી છે, પોતાના માતા પિતાના મોતથી તેના મગજમાં બસ પિતાના સકલમાં સજ્જાદ સાથે હોવાનો એહસાસ થાય છે,જો કે ઘનુશ મેડિકલનો વિદ્યાર્થી છે તેને આ વાતની ખબર પડે છે અને સારાના જીવનમાંથી સજ્જાદને હટાવવાના પ્રયત્નો કરવામાં આવે છે,

જો ફિલ્મને વધુ ઊંડાણથી સમજવી હોય તો એક વાર ફિલ્મ એવશ્ય જોવી જોઈએ, નાનપણમાંબનેલી ઘટના બાળક માનસ પર કઈ છારપ છોડી જાય છે તે આ ફિલ્મમાં સારી રીતે વર્ણવામાં આવ્યું છે.

ફિલ્મમાં ેક સાથે બે લવ સ્ટોરી ચાલતી જોવા મળે છે, થોડી સહજ કોમેડિ પણ જોઈ શકાય છે, આ સાથે જ પ્રેમમા પજેલા ઘનુષની વ્યથા પણ જોઈ શકાય છે, વલ સ્ટોરી ખરેખર અતરંગી છે, ઓવરોલ ફિલ્મ જોવા જેવી છે.

અતરંગી રેની પટકથા આકર્ષક છે, જ્યારે ફિલ્મનું સંગીત પણ તમને આકર્ષિત રાખે છે. હિમાંશુ શર્માના લખાણો તમને એક અલગ જ દુનિયામાં લઈ જશે, જ્યાં પ્રેમની વ્યાખ્યા અલગ રીતે કરવામાં આવી છે. ફિલ્મના સીન એટલી ડીટેઈલ સાથે શૂટ કરવામાં આવ્યા છે કે તમે હસવાની સાથે-સાથે રડાવશે પણ ખરા.

 અતરંગી રેની લવસ્ટોરી તમને અન્ય બોલિવૂડ મૂવીઓ કરતા ખૂબ જ અલગ અનુભવ કરાવશે. સારા અલી ખાને આ ફિલ્મમાં હૃદયને હચમચાવી નાખે તેવું કામ કર્યું છે, તેના ઉચ્ચારોથી લઈને તેના અભિવ્યક્તિ સુધી, બધું માત્ર ‘ચકા ચક’ છે. તે જ સમયે, અક્ષય અને ધનુષનું કામ પણ સારું છે,

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code