1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોંડલમાં હીટ એન્ડ રન, પૂરપાટ ઝડપે આવેલી કારે બે બાઈકને અડફેટે લીધા, વૃદ્ધનું મોત
ગોંડલમાં હીટ એન્ડ રન, પૂરપાટ ઝડપે આવેલી કારે બે બાઈકને અડફેટે લીધા, વૃદ્ધનું મોત

ગોંડલમાં હીટ એન્ડ રન, પૂરપાટ ઝડપે આવેલી કારે બે બાઈકને અડફેટે લીધા, વૃદ્ધનું મોત

0
Social Share

રાજકોટ: જિલ્લના  ગોંડલ શહેરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી., જેમાં એક વૃદ્ધનું મોત થયુ હતું. શહેરના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર પૂર ઝડપે આવેલા કારચાલકે કાર પરનો કાબુ ગુમાવતા ગણતરીની સેકન્ડોમાં કારે બે બાઈકને અડફેટે લેતાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતના લાઈવ દ્રશ્યો નજીકમાં લાગેલા CCTVમાં કેદ થયા હતા. અકસ્માત બાદ કારચાલક કાર સાથે નાસી ગયો હતો. હાલ પોલીસે સીસીટીવી અને કારની નંબર પ્લેટના આધારે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ શહેરના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર સવારે ફૂલ સ્પીડમાં આવતી ફોર્ડની એન્ડેવર કારે બે બાઈકને અડફેટે લઇ સીધી સામેની દુકાનમાં ઘૂસી હતી, જ્યાં ઊભેલા 70 વર્ષીય વૃદ્ધ ઈકબાલભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાનો હચમચાવી દે તેવો વિડીયો પણ વાયરલ થયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કાર ડ્રાઈવર કાર સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સવારે અકસ્માત બાદ મોટી સંખ્યાાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા અને સમગ્ર મામલે જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સીસીટીવીમાં તપાસ કરતા આખી ઘટના જોઈ ફરાર થયેલા ડ્રાઈવરને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં શનિવારનો દિવસ કાતિલ સાબિત થયો હતો. વિવિધ અકસ્માતોમાં 4 લોકોના મોત થયા હતા. જેમાં સુરત, રાજકોટ, અરવલ્લી અને ભાવનગરનો સમાવેશ થાય છે. રાજકોટના ગોંડલ ખાતે હિટ એન્ડ રનની ઘટના બની છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં અકસ્માતની ઘટનામાં એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવકનું નામ અરવિંદ કુમાર યાદવ હોવાનું સામે આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code