1. Home
  2. ગુજરાતી
  3. કર્ણાટકની સરકાર શક્તિ યોજનાનો કરશે આરંભ – મહિલાઓને બસમાં યાત્રા કરવાની સુવિધા મફ્તમાં અપાશે
કર્ણાટકની સરકાર શક્તિ યોજનાનો કરશે આરંભ – મહિલાઓને બસમાં યાત્રા કરવાની સુવિધા મફ્તમાં અપાશે

કર્ણાટકની સરકાર શક્તિ યોજનાનો કરશે આરંભ – મહિલાઓને બસમાં યાત્રા કરવાની સુવિધા મફ્તમાં અપાશે

0
Social Share
  • કર્ણટાકના સીએમ 11 જૂને એક દિવસ માટે બસ કંટકટ્ર બનશે
  • આ હેઠળ શક્તિ યોજનાનો કરાવશે આરંભ
  • આ યોજના થકી મહિલાઓને બસમાં ફ્રી ટિકિટ મળશે

બેંગલુરુઃ- કર્ણાટક સરકાર સતત જનતાના હિતમાં કાર્યો કરતી જોવા મળઈ રહી છે વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવીને કોંગ્રસે જનતાને કરેલા 5 વાયદાઓ પુરા કરી રહી છે ત્યારે હવે આ સંદર્ભમાં કર્ણાટકની  સિદ્ધારમૈયા સરકાર મહિલાઓ માટે ખાસ સેવા શરુ કરવા જઈ રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રધાનમંત્રી  11 જૂને બસ કંડક્ટરની ભૂમિકા ભજવશે અને શક્તિ યોજનાનો આરંભ કરાવશે,આ યોજના હેઠળ મહિલાઓને રાજ્ય સંચાલિત બસોમાં મફત મુસાફરી પૂરી પાડવામાં આવશે.વિના ટિકિટે મહિલાઓ બસમાં યાત્રા કરી શકશે.

સીએમ એ પોતાના નિવેદનમાં જણાવ્યું તે તમામ જિલ્લા મંત્રીઓએ યોજનાના પ્રારંભને અર્થપૂર્ણ બનાવવા માટે પગલાં લેવા જોઈએ,ત તેમણે કહ્યું કે શક્તિ યોજના રાજ્યની મહિલાઓને રાહત આપશે, જે મોંઘવારીથી હેરાન છે તેવા લોકોને ખાસ રાહત મળી શકશે.

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સિદ્ધારમૈયાએ ધારાસભ્યો સાથે જિલ્લા પ્રભારી મંત્રીઓને નિર્દેશ આપ્યો છે કે શક્તિ યોજના જાતિ, ધર્મ અને વર્ગને ધ્યાનમાં લીધા વિના તમામ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મુખ્યમંત્રી BMTC બસમાં યાત્રા કરશે અને રાજ્યની રાજધાનીમાં પ્રોજેક્ટના પ્રારંભને ચિહ્નિત કરવા માટે મહિલા યાત્રીઓને મફતમાં  ટિકિટ આપશે, જ્યારે મંત્રીઓ અને ધારાસભ્યો તેમના સંબંધિત જિલ્લાઓ અને મતવિસ્તારોમાં એક સાથે સેવાઓને ફ્લેગ ઓફ કરતા જોવા મળશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સત્તામાં આવ્યાના એક મહિનાની અંદર અનેક જનાઓ અમલી બનાવીને પોતાના વાયદાઓ પૂર્ણ કરવાની તૈયારીઓમાં જોતરાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code