Site icon Revoi.in

સરકાર આગામી 3 વર્ષમાં 2 લાખ વીમા સખીઓ અથવા વીમા એજન્ટોની નિમણૂક કરવાની યોજના

Social Share

નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, સરકાર આગામી ત્રણ વર્ષમાં 2 લાખ વીમા સખીઓ અથવા વીમા એજન્ટોની નિમણૂક કરવાની યોજના ધરાવે છે. હરિયાણાના પાણીપતમાં ‘બીમા સખી યોજના’ શરૂ કરવા માટેના એક સમારોહને સંબોધતા શ્રીમતી સીતારમણે કહ્યું, આ વર્ષે 25 હજાર વીમા સખીઓની નિમણૂક કરાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ગઈ કાલે પાણીપતમાં વીમા સખી યોજના શરૂ કરી. ભારતીય જીવન વીમા નિગમની આ પહેલ 18 થી 70 વર્ષની વય જૂથની મહિલાઓને સશક્ત બનાવશે.