Site icon Revoi.in

સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ

Social Share

નવી દિલ્હીઃ ખાદ્ય અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભાવમાં વધારો થયો છે ત્યારે સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ્સ આધારિત પ્લેજ ફાઈનાન્સિંગ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમના લોન્ચ દરમિયાન આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.

જોશીએ જણાવ્યું હતું કે આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોની પાકની વેચાણની સમસ્યામાં ઘટાડો કરવાનો છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજના માન્યતા પ્રાપ્ત વેરહાઉસમાં કોમોડિટીઝ જમા કરાવ્યા પછી e-NWR સામે ખેડૂતોના નાણાં માટે એક હજાર કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડે છે.