1. Home
  2. ગુજરાતી
  3. GTU દ્વારા ડીપ્લોમાં સેમ-1ની તા. 16મી એપ્રિલથી લેવાશે પરીક્ષા

GTU દ્વારા ડીપ્લોમાં સેમ-1ની તા. 16મી એપ્રિલથી લેવાશે પરીક્ષા

0
Social Share
  • કોરોના ગાઈડલાઈનનું કરાશે પાલન
  • સંક્રમણ વધતા પરીક્ષા રખાઈ હતી મુલત્વી
  • પરીક્ષાનો નવો કાર્યક્રમ કરાયો જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં તા. 10મી એપ્રિલ સુધી ઓફલાઈન એજ્યુકેશન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દરમિયાન જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજી દ્વારા તા. 16મી એપ્રિલથી ડીપ્લોમા સેમ-1ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાનું સંક્રમણ વધતા જીટીયુ દ્વારા સેમ-1ની 3 પરીક્ષા લેવાયા બાદ બાકીની પરીક્ષાઓ મુલત્વી રાખવામાં આવી હતી. દરમિયાન યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે અનુસાર હવે બાકી રહેલી પરીક્ષા તા. 16મી એપ્રિલ પછી લેવામાં આવશે. સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર આ પરીક્ષા લેવામાં આવશે. લગભગ 30 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસશે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના કુલપતિના જણાવ્યા અનુસાર રાજયભરમાં ડીપ્લોમાં સેમ-1ની પરીક્ષા રાજયભરમાં 30 હજાર વિદ્યાર્થીઓ આપશે. વિદ્યાર્થીઓએ પોત પોતાની કોલેજોના સેન્ટર પરથી જ આ પરીક્ષા આપવાની રહેશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code