
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળ ઉદ્યોગો માટે પણ કપરો રહ્યો છે. ત્યારે વિન્ડ પાવર જનરેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલાક્રમે આવ્યું છે. રાજ્યમાં એપ્રિલ 2020 થી માર્ચ 2021 દરમમિયાન કોરોના સંક્રમણના સમયમાં વિન્ડ પાવરની જનરેશન કેપેસિટી 1020 મેગાવોટ થઇ છે જે વિન્ડ પાવર પ્રોજેકટ ધરાવતા દેશના ટોચના પાંચ રાજ્યોમાં પ્રથમક્રમે છે. આ સમયગાળામાં તામિલનાડુમાં 303 મેગાવોટ, કર્ણાટકમાં 148 મેગાવોટ, રાજસ્થાનમાં 27 મેગાવોટ તેમજ આંધ્રપ્રદેશમાં ચાર મેગાવોટ કેપેસિટીમાં વધારો થયો છે. આ સાથે ગુજરાતની પાવર જનરેશનની કુલ ઓપરેશનલ કેપેસિટી 7541,5 મેગાવોટથી વધીને 8561.8 મેગાવોટ થઇ છે. છેલ્લા વર્ષની તુલનામાં ગુજરાતે 1468.4 મેગાવોટની કેપેસિટીનો વિસ્તાર કર્યેા છે.
રાજ્યના ઉર્જા વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં વિન્ડ પાવર જનરેશન કેપેસિટીમાં તામિલનાડુ પ્રથમક્રમે છે. આ રાજ્યમાં કુલ કેપેસિટી 10,000 મેગાવોટ સુધી પહોંચવાની તૈયારી છે. 2019ના વર્ષમાં રાજ્યમાં 9500 મેગાવોટની કેપેસિટી નોંધવામાં આવી છે. બીજા નંબરે આવેલા ગુજરાતમાં 2018માં પાવર જનરેશન કેપેસિટી 6044 મેગાવોટ હતી જે 2019માં વધીને 7855 મેગાવોટ થઇ હતી અને હવે છેલ્લા રિપોર્ટ પ્રમાણે 8561.8 મેગાવોટ થઇ છે. ગુજરાતના પાડોશી રાજ્યય મહારાષ્ટ્ર્રમાં વિન્ડ પાવર પ્રોજેકટમાં જનરેશન કેપેસિટી 4900 મેગાવોટ સુધી પહોંચી છે. જ્યારે કર્ણાટકની કેપેસિટી 4800 મેગાવોટ જોવા મળી છે. રાજસ્થાનનો ક્રમ પાંચમો છે. આ રાજ્યમાં પાવર જનરેશન કેપેસિટી 4400 મેગાવોટની થવા જાય છે.
ભાજપના કુલ નવ રાજ્યોમાં વિન્ડ પાવર પ્રોજેકટ એવા છે કે જ્યાં પાવર જનરેશન કેપેસિટીમાં વધારો થઇ રહ્યો છે. અન્ય રાજ્યોમાં આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને કેરાલાનો સમાવેશ થાય છે. દેશની કુલ ઇન્સ્ટોલ વિન્ડ કેપેસિટી 37500 મેગાવોટ કરતાં વધારે છે જે 2018માં 35626 અને 2017માં 34046 મેગાવોટ જોવા મળી હતી. દેશમાં 2005ના વર્ષમાં વિન્ડ પાવર ઇન્સ્ટ્રોલ કેપેસિટી માત્ર 6270 મેગાવોટ જોવા મળી હતી. વિશ્વના દેશોમાં ભારત અને ચાઇના એવા દેશો છે કે જ્યાં વિન્ડ પાવર પ્રોજેકટ મોટી માત્રામાં આવેલા છે અને વીજળીનું ઉત્પાદન કરે છે.