1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે રખડતા ઢોરને અંકુશમાં લેવા જાહેર કરી કડક ગાઈડલાઈન
હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે રખડતા ઢોરને અંકુશમાં લેવા જાહેર કરી કડક ગાઈડલાઈન

હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે રખડતા ઢોરને અંકુશમાં લેવા જાહેર કરી કડક ગાઈડલાઈન

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત આઠ મહાનગરો તેમજ નાના શહેરોમાં પણ રખડતા ઢોરને લીધે રોજબરોજ અકસ્માતોના બનાવો બનતા હતા. ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેસી રહેતા હોવાથી ટ્રાફિકને પણ અડચણ થતી હતી. આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરતા ગુજરાત સરકારે સમાન પોલીસી બનાવીને તેની ગાઈડલાઈન જાહેર કરી છે. તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરાશે. રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટેગ વગરના ઢોર માટે 10થી 1 હજાર સુધી દંડની જોગવાઈ પણ કરાઈ છે. રખડતા  ઢોરને પકડવાની કામગીરીનો ચુસ્તપણે અમલ કરવા માટે ઢોર ત્રાસ અંકુશ માટેના નિયમોનો સમાવેશ કરતી નવી નીતિ પણ બનાવવામાં આવી છે.

  રાજ્યમાં રખડતાં ઢોર મુદ્દે મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકાર સામે લાલ આંખ કરી હતી. ત્યારબાદ રખડતાં ઢોર અંગે ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. રખડતા ઢોર અંગે રાજ્ય સરકારે મ્યુનિ.કોર્પોરેશન, નગરપાલિકા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશન તેમજ નગરપાલિકા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે અને રજિસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે. પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટેગ વગરના ઢોર માટે 10થી 1 હજાર સુધી દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્યમાં રખડતાં ઢોર અંગે સરકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. હવે  શહેરી વિસ્તારોમાં પશુપાલકોએ ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે

સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) રખડતા ઢોર મુદ્દે નવી નીતિ જાહેર કરી હતી, જેમાં ત્રણ વર્ષ માટે લાઇસન્સ ફ્રી રૂપિયા 500 નક્કી કરવામાં આવી હતી. એ પછી રિન્યુ માટે રૂપિયા 250 ફી નક્કી કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ ઉપર પશુઓ રખડતા જોવા ના મળે, રોડ પર પશુઓને કારણે થતા અકસ્માત ટાળી શકાય તેમ જ ઢોરને પકડવાની કામગીરીનો ચુસ્તપણે અમલ કરવા માટે ઢોર ત્રાસ અંકુશ માટેના નિયમોનો સમાવેશ કરતી નવી નીતિ બનાવવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code