1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિંગલ ફ્લાઈઓવર ઉપરથી પસાર થશે મેટ્રો, એક જ સમયે ત્રણેય રસ્તાઓ રહેશે ખુલ્લા – આજથી દિલ્હીમાં ડબલ ડેકર મેટ્રોના કાર્યનો આરંભ
સિંગલ ફ્લાઈઓવર ઉપરથી પસાર થશે મેટ્રો, એક જ સમયે ત્રણેય રસ્તાઓ રહેશે ખુલ્લા – આજથી દિલ્હીમાં ડબલ ડેકર મેટ્રોના કાર્યનો આરંભ

સિંગલ ફ્લાઈઓવર ઉપરથી પસાર થશે મેટ્રો, એક જ સમયે ત્રણેય રસ્તાઓ રહેશે ખુલ્લા – આજથી દિલ્હીમાં ડબલ ડેકર મેટ્રોના કાર્યનો આરંભ

0
Social Share
  • ડબલ ડેકર મેટ્રો નિર્માણ કાર્યનો આજથી આરંભ
  • એક જ ફ્લાઈઓવર પરથી મેટ્રો થશે પસાર

દિલ્હી – આપણા દેશમાં ટેકલોલોજી ક્ષેત્રે અનેક સારા કાર્યો પાર પાડવામાં આવી રહ્યા છએ, જેમાં દેશની રાજધાની દિલ્હીને અનેક સુવિધાથી સજ્જ બનાવવાના કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે, જે હેઠળ દિલ્હી મેટ્રોના પ્રથમ ડબલ ડેકનું  કાર્ય આજથી શરૂ કરવામાં આવી ચૂક્યું છે. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે, જમીનની ઉપરના એક જ આધારસ્તંભ પર ફ્લાયઓવર હશ જેની ઉપરથી આ મેટ્રો પસાર થશે.

મહરૌલી-બદપરપુર માર્ગ પર સાકેત-આંબેડકર નગર અને મૌજપુર-મજલિસ પાર્ક વચ્ચેના ડબલ ડેકનું નિર્માણ શરૂ થયું છે. નિર્માણના કાર્ય પૂર્ણ થવા સાથે, નિર્ધારિત અંતરની વચ્ચે, વિવિધ પરિવહનના માધ્યમથી મુસાફરોને ત્રણ વખત મુકામ સુધી પહોંચવા માટેના ઘણા વિકલ્પો હશે. ડબલ ડેકની વિશેષતા એ છે કે મેટ્રો પર અવિરત હિલચાલ તેમજ સિગ્નલ ફ્રી લેન હશે.

ડબલ ડેકનું નિર્માણ  કાર્ય પૂર્ણ થતાં, મેટ્રો, કાર, બસો સહિતના તમામ નાના-મોટા વાહનો એક સાથે ત્રણ જુદા જુદા સ્તરે પસાર થઈ શકશે. લોકોને વાહન વ્યવહારના ટ્રાફિકમાંથી રાહત મળશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન ના મેનેજિંગ જિરેક્ટરના જણાવ્યા પ્રમાણે સાકેત જી બ્લોક  આંબેડકર નગર ઉપરાંત  મૌજપુર-મજલિસ પાર્ક કોરિડોર ઉપર ભજનપુરા-યમુના વિહાર વચ્ચે 1.4 કિ.મી.ના ત્રિજ્યામાં ડબલ ડેક પર થાંભલા મૂકવાનું કામ ચાલી રહ્યું છે.

આ મેટ્રો નિર્માણ પામતા થશે આટલા ફાયદાઓ

  • મેટ્રો ફ્લાઇઓવર સાથે સાકેત નજીક લગભગ 2.4 કિ.મી.ની ત્રિજ્યામાં દોડશે.
  • દરરોજ લાખો મુસાફરોને ગંતવ્ય સુધી પહોંચવામાં ઓછો સમય લાગશે.
  • પોતાના આ મુકામ સુધી પહોંચવા માટે વિવિધ પરિવહન સુવિધાઓનો ઉપયોગ કરવાનો વિકલ્પ  રહશે.
  • આ સાથે જ ટ્રાફિક જામ થશે નહીં અને મુસાફરી સુલભ સરળ શક્ય બનશે
  • ડબલ ડેક હેઠળ, મુસાફરો સમાન વિભાગ પર ત્રણ અલગ અલગ સ્તરના પરિવહનનો ઉપયોગ કરી શકશે.
  •  જેમાં સૌથી ઉપર મેટ્રો દોડશે , તો 9-10 મીટર નીચે ફ્લાયઓવર હશે, સિગ્નલ ફ્રી રોડ પર, પીલર પર મેટ્રો ટ્રેક હશે,
  •  જ્યારે નીચેના રસ્તા પર, બસો, ઓટો, ઇ-રિક્ષા સહિતના તમામ વાહનોને પસાર થવાની તક મળશે.
  • આ સાથે જ ત્રણ ગણા વધુ મુસાફરોને એક સાથે ત્રણ સ્તરે પરિવહનની તક મળી શકે છે.
  • સાહિન-
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code