1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત: શાળા-કોલેજોમાં આજથી ઓનલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, SOU કાલથી ખુલ્લુ મુકાશે
ગુજરાત: શાળા-કોલેજોમાં આજથી ઓનલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, SOU કાલથી ખુલ્લુ મુકાશે

ગુજરાત: શાળા-કોલેજોમાં આજથી ઓનલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, SOU કાલથી ખુલ્લુ મુકાશે

0
Social Share
  • રાજ્યમાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ
  • ઓનલાઈન ક્લાસ શરૂ થયા
  • કોરોનાને લઈને હજુ પણ શાળા કોલેજો બંધ

ગાંધીનગર: કોરોના વાયરસના કેસ ભલે હવે પહેલા જેટલા ન આવી રહ્યા હોય, કોરોનાની બીજી લહેર શાંત પડી છે. પણ સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને હજુ પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને તકેદારીને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજો શરૂ કરી નથી,પરંતુ અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કર્યો છે.

રાજ્યની શાળા-કોલેજોમાં આજે સોમવારથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. શાળાના શિક્ષકોએ શાળા-કોલેજમાં આવવાનું રહેશે પરંતુ વિદ્યાર્થીઓને ઘરે જ રહીંને ઓનલાઇન શિક્ષણ આપવાનું રહેશે.
રાજ્યમાં સરકારી-ખાનગી કચેરીઓ,ધંધા રોજગાર પણ રાબેતા પ્રમાણે સવારે 9થી સાંજે 6 કલાક દરમિયાન શરૂ થયા છે.

રાજયમાં ધો. 1થી12ની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય આરંભાશે. આ સાથે આર્ટસ, કોર્મસ, સાયન્સ, ડીગ્રી-ડીપ્લોમાં ઇજનેરી સહિતના ટેકનિકલ અભ્યાસક્રમના આશરે 7 લાખ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય હાથ ધરાશે. વિદ્યાર્થીઓએ સ્કૂલે આવવાનું રહેશે નહીં, શિક્ષણ ઓ્નલા્ઇન હાથ ધરાશે. શિક્ષકો-બિનશૈક્ષણિક કર્મચારીઓએ સ્કૂલે આવવાનું રહેશે.

ફરવાલાયક સ્થળ એવા કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ 8 જૂનથી ફરી શરૂ થઈ જશે. આ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. હોટલ અને ટેન્ડ સિટી માટે પણ બુકિંગ ઇન્કવાયરી શરૂ થઈ છે. જો કે, 36 મહાનગરો-શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 9થી સવારે 6 કલાક દરમિયાન રહેશે. હોમ ડિલિવરી કરતી રેસ્ટોરન્ટ-હોટલ રાત્રે 10 વાગ્યા સુધી હોમ ડીલીવરી કે ટેકહોમની સર્વિસ આપી શકશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code