1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતના ઉનાળાની શરૂઆતઃ 14મી માર્ચ પછી પડશે કાળઝાળ ગરમી

ગુજરાતના ઉનાળાની શરૂઆતઃ 14મી માર્ચ પછી પડશે કાળઝાળ ગરમી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. જો કે, આ વર્ષે માર્ચ મહિનો ગરમ રહેવાની હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં ઉનાળાની ગરમીનો પ્રારંભ થઈ ચુક્યો છે અને તા. 14મી માર્ચ પછી રાજ્યમાં ગરમીનો પારો ચડવાની શકયતા છે. ગુજરાતમાં માર્ચ મહિનામાં ગરમીનો પારો 36 ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ઉનાળાની આજથી શરૂઆત થઇ હોવાની હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ડીસા અને નલિયા સહીત ગરમીનો અહેસાસ થશે. આ ઉપરાંત 14થી 15 માર્ચ બાદ તાપમાન વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગયા વર્ષે ઉનાળામાં કોરોનાને કારણે લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેથી લોકોએ આ સમયગાળા દરમિયાન ઘરમાં જ રહ્યાં હોવાથી કાળઝાળ ગરમીથી બચી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ ડબલ ઋતુ અનુભવી રહ્યાં છે. વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમી લોકો અનુભવી રહ્યાં છે. જો કે, 14મી માર્ચ બાદ રાજ્યમાં ગરમીમાં વધારો થવાની શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code