Site icon Revoi.in

ગુજરાતઃ ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા

Social Share

અમદાવાદઃ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે…. આ ઉપરાંત 15થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે.

પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે… જેના કારણે 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.