1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને 477 પ્રોજેક્ટ માટે ફાળવાયેલા 926 કરોડમાંથી અડધી રકમ વાપરી ન શકાઈ !
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને 477 પ્રોજેક્ટ માટે ફાળવાયેલા 926 કરોડમાંથી અડધી રકમ વાપરી ન શકાઈ !

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને 477 પ્રોજેક્ટ માટે ફાળવાયેલા 926 કરોડમાંથી અડધી રકમ વાપરી ન શકાઈ !

0
Social Share

અમદાવાદઃ મહાનગરોના વિકાસ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાલવવામાં આવે છે, પરંતુ નગર આયોજકોની ઢીલી નીતિને કારણે ગ્રાન્ટ પુરી વપરાતી જ નથી અને વર્ષના અંતે ગ્રાન્ટ પરત કરવી પડતી હોય છે. અમદાવાદ શહેરમાં વિકાસનાં કામો માટે રાજ્ય સરકાર પ્રતિવર્ષ નાણાંપંચની યોજના અંતર્ગત ગ્રાન્ટ ચૂકવે છે. જોકે 2015 -16થી અત્યાર સુધી 14મા નાણાંપંચ યોજના હેઠળ 2015-16થી 2019-20 દરમિયાન કુલ 926.23 કરોડની ગ્રાન્ટ અમદાવાદ મ્યુનિ.ને ફાળવવામાં આવી છે. પરંતુ તેમાંથી અંદાજે 50 ટકા લેખે માંડ 441.02 કરોડની ગ્રાન્ટ જ વપરાઇ છે. બાકીના 485.21 કરોડની ગ્રાન્ટ હજુ વણવપરાયેલી પડી છે. અર્થાત્ 50 વિકાસના કામો પણ થઈ શક્યા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ વિકાસની હરણફાળ ભરી રહ્યું હોવાની ગુલબાંગો વચ્ચે મ્યુનિ. કોર્પો.ને છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકારે આપેલી ગ્રાન્ટના વપરાશે દાવાની પોલ ખોલી નાંખી છે. જેમાં સ્પષ્ટ થયું છે કે, શહેરમાં વિકાસ માટે ફાળવેલી ગ્રાન્ટ પૈકી અડધાથી પણ વધારે ગ્રાન્ટ વણવપરાયેલી છે. મ્યુનિ.ને આ ગ્રાન્ટનો ઉપયોગ વિકાસના કામોને બદલે તૂટેલા રોડ પર થીંગડાં મારવામાં કરી રહી છે. શહેરના વિકાસ માટે ફાળવવામાં આવતી રકમ અત્યારે તો કોરોનાના બિલ ચૂકવવામાં થવાની શક્યતા છે. લોકોને કોરોનામાં ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર સહિતના ખર્ચ માટે આ રકમનો ઉપયોગ થાય તેમ લાગે છે.

સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં જે મોટા અને વિકાસ માટે મહત્વના હોય તેવા કામો જેવા કે ફ્લાયઓવર બનાવવા, અત્યાધુનિક શાળાઓ બનાવવી, પાણી અને ગટર સહિતના મહત્વના મોટા કામો કરવા જેવા કેટલાક મહત્વના અને પ્રજાની સુખાકારીના કામો આ ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવે છે. સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ મહાનગરપાલિકા અને નગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારમાં વિકાસ કામો માટે 250 કરોડ ફાળવ્યા છે. જેમાં અમદાવાદને 7.50 કરોડ આપ્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code