Site icon Revoi.in

હરિયાણા ચૂંટણીઃ આમ આદમી પાર્ટીએ વધુ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

Social Share

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે, જેમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. AAPએ આ ચૂંટણી માટે કુલ 61 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. AAPએ પોતાની નવી યાદીમાં મહિલા રેસલરને પણ ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ WWE રેસલર કવિતા દલાલને જુલાનાથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગટ સામે મેદાનમાં ઉતાર્યા છે.

આમ આદમી પાર્ટીએ અંબાલા કેન્ટથી રાજ કૌર ગિલ, યમુના નગરથી લલિત ત્યાગી, લાડવાથી જોગા સિંહ, કૈથલથી સતબીર ગોયત, કરનાલથી સુનિલ બિંદલ, પાણીપત ગ્રામીણથી સુખબીર મલિક, ગણૌરથી સરોજ બાલા રાઠી, દેવેન્દ્રને મેદાનમાં ઉતાર્યા છે. સોનીપતથી ગૌતમ, ગોહાનાથી શિવકુમાર રંગીલા અને બરોડાથી સંદીપ મલિકને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જુલાનાથી કવિતા દલાલ, સફીડોનથી નિશા દેશવા, તોહાનાથી સુખવિંદર સિંહ ગિલ, કાલાંવલીથી જસદેવ નિક્કા, સિરસાના શામ મહેતા, ઉકલાનાથી નરેન્દ્ર ઉકલાના, નારોંદથી રાજીવ પાલી, હાંસીથી રાજેન્દ્ર સોરઠી, હિસારથી સંજય સત્રોડિયા, બદલી હેપ્પી નિશાંત આનંદને લોહછાબ અને ગુડગાંવ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટીએ મંગળવારે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે ત્રીજી યાદી જાહેર કરી હતી, જેમાં 11 ઉમેદવારોના નામ હતા. અગાઉ બીજી યાદીમાં 9 અને પ્રથમ યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. આ સાથે હરિયાણાની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 61 પર ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Exit mobile version