1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- શું તમે પૌઆ-બાટાકના વડા ખાધા છે,જો નહી તો જોઈલો રેસિપી ક્રિસ્પી અને ટેસ્ટી વડા કઈ રીતે બને છે
કિચન ટિપ્સઃ- શું તમે પૌઆ-બાટાકના વડા ખાધા છે,જો નહી તો જોઈલો રેસિપી ક્રિસ્પી અને ટેસ્ટી વડા કઈ રીતે બને છે

કિચન ટિપ્સઃ- શું તમે પૌઆ-બાટાકના વડા ખાધા છે,જો નહી તો જોઈલો રેસિપી ક્રિસ્પી અને ટેસ્ટી વડા કઈ રીતે બને છે

0
Social Share
  • પૌઆમાંથી બનશે ટેસ્ટી નાસ્તો
  • રોજે રોજ પૌઆ બટાકા ખાઈને કંટાળ્યા હોવ તો બનાવો કટલેસ

ભારતીય ઘરોમાં સવારે નાસ્તામાં પૌઆ-બટાકા બેસ્ટ ઓપ્શન છે,તમે ક્યાય પણ બહાર જશો તો પૌઆ તમને સરળતાથી મળી રહે છે, અનેક ઘરોમાં તો રોજેરોજ પૌઆ બનાવામાં આવે છે, પરંતુ હવે પૌઆ ખાઈને કંટાળ્યા હબોવ તો આ રેસિપી જોઈલો,જેમાં પૌઆ તો હશે જ પણ સ્વાદ અલગ હશે.પૌઆ અને બટાકામાંથી સરસ મજાની કટલેસ બનાવી શકાય છે તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આકટલેસ

સામગ્રી

  • 200 ગ્રામ – પૌંઆ
  • 4 નંગ – બટાકા (બાફેલા)
  • 4 થી 5  મચચી – લીલા મરચાની પેસ્ટ
  • મીઠૂં – સ્વાદ મુજબજરુર પ્રમાણે – હળદર
  • થોડા – લીલા ઘાણ
  • 1 ચમચી – લીબુંનો રસ
  • 1 ચમચી – ખાંડ
  • 1 ચમચી -તલ
  • તેલ – તળવા માટે
  • 1 કપ- કોર્ન ફ્લોર

પૌઆ બટાકામાંથી આ રીતે બનાવો પૌઆ ટિક્કી

  • સૌ પ્રથમ પૌંઆને પાણીમાં પલાળીને બરાબર ઘોઈલો ત્યા સુધી ઘોવા જ્યા સુધી પૌઆ નરમ પડી જાય
  • ,હવે પૌઆમાંથી બારાબર પાણી નિતારીલો, બન્ને હાથમાં પૌઆ દબાવીને કોરા કરીલો
  • હવે એક બાઉલમાં આ પલાળેલા  પૌઆ લઈલો, તેમાં બાફેલા બટાકા ક્રશ કરીને એડ કરીદો
  • હવે આ પૌઆ અને બટાકાના મિશ્રમમાં  મીઠૂં, હળદરર, તલ,, લીલા મરચાની પેસ્ટ , લીલા ધાણા, લીબુંનો રસ, ખાંડ  એડ કરીને હાથ વડે બરાબર મિક્સ કરીલો.હવે આ મિશ્રણની એક સરખી ટીક્કી તૈયાર કરીલો,
  • હવે એક બાઉલલો તેમાં કોર્ન ફ્લોર એડ કરો,કોર્ન ફ્લોરમાં 1 ગ્લાસ પાણી ઉમેરો અને સ્લરી તૈયાર કરો
  • હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખો
  • હવે પૌઆ બટાકાની ટિક્કીઓને આ  કોર્ન સ્લરીની સ્લરીમાં ડૂબોડીને તેલ વાળી કઢાઈમાં ફ્રાઈ કરીલો, ગેસની ફ્લેમ ઘીમી રાખવી જેથી ટિક્કી અંદરથી પણ ફ્રાય થાય
  • હવે ટિક્કીઓ બ્રાઉન થાય ત્યા સુધી ડિપ ફ્રાઈ કરવી,તૈયાર છે પૌઆ અને બટાકાની  કટલેસ જેને સોસ સાથે ગ્રીન ચટણી સાછે અને ચા સાથી સવારે નાસ્તામાં ખઆઈ શકો છો.

(ફોટો-પ્રતિકાત્મક)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code