
હેડલાઈનઃ ગુજરાતમાં ખુલ્લા બોરવેલ મામલે જે તે ગામના તલાડીની જવાબદારી ગણાશે
- 3 નવા ફોજદારી કાયદા લાગુ…
આજથી બ્રિટિશ સમયના ત્રણ કાયદાઓ આઇ પી સી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનો અંત…… ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમ બન્યું અમલી…… નવા પોલીસ કાયદાઓ અંગે તમામ પોલીસ અધિકારીને અપાઈ તાલીમ
- વાસણા બેરેજના ચાર દરવાજા ખુલ્લા રખાયાં…
ગુજરાતમાં જામ્યુંચોમાસુ….. રાજ્યના 211 તાલુકામાં છ ઇંચ સુધી ખાબક્યો વરસાદ….. સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઇંચ ખાબકયો વરસાદ….. આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી….. અમદાવાદમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ….. વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવામાં આવ્યા……
- ખુલ્લા બોરવેલની જવાબદારી તલાટીની ગણાશે…
બોરવેલમાં બાળકોની પડવાની ઘટના વધતા રાજ્ય સરકાર એક્શન મોડમાં…. જે તે ગામમાં ખુલ્લા બોરવેલની જવાબદારી તલાટીની ગણાશે……
- યુજી-પીજીમાં હવે કોલેજ લેવલે ઓફલાઈન પ્રવેશની ફાળવણી થશે…
અનેક છબડાઓને લીધે અંતે જીકાસ પ્રવેશ ફાળવણીમાંથી ખસેડાયુંયય, યુજી-pg માં હવે કોલેજ લેવલે ઓફલાઈન પ્રવેશની ફાળવણી થશે…
- અમદાવાદમાં પ્રિ-મોનસુન કામગીરીના દાવા પોકળ સાબિત થયાં…
અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સાત ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી, ફરી એકવાર પ્રિ -મોનસુન કામગીરીના દાવા પોકળ સાબિત થયા, કલાકો સુધી વાહન ચાલકો પાણીમાં અટવાયા.
- વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ વધ્યાં…
ગુજરાત વિદ્યાપીઠ હવે બે પાળીમાં ચાલશે ગત વર્ષ કરતાં 400 વિદ્યાર્થી વધ્યા. ગાંધીજીએ કરી હતી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના…
- ટી20 વિશ્વ ચેમ્પિયન ભારતની ચોતરફ પ્રશંસા…
બાર્બાડોસમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની ભવ્યાતિભવ્ય જીત બાદ દેશમાં અને વિશ્વભરમાં વસતા ભારતીયો દ્રારા ઉજવણી. સૂર્યકુમાર યાદવએ પકડેલા કેચની ઠેર ઠેર થઈ પ્રસંશા. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓ વતી ટીમને આપી શુભકામના.
- રવિન્દ્ર જાડેજાએ પણ કરી મહત્વની જાહેરાત…
વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માએ યાદગાર જીત અપાવી આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી માંથી નિવૃત્તિની કરી જાહેરાત, તો બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ પણ આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી માંથી નિવૃત્તિ ની કરી જાહેરાત. તો કોચ દ્રવિડની પણ યાદગાર વિદાય.
- ટીમ ઈન્ડિયા ઉપર પૈસાનો વરસાદ…
ટી 20 ની વર્લ્ડ ચેમ્પિયન ભારત માટે બીસીસીઆઈ એ ખેલાડીઓ પર કરી ધનવર્ષા. બીસીસીઆઈ ચેમ્પિયન ટીમને આપશે 125 કરોડનું ઇનામ .
- ભારત વધારે સાબદુ બન્યું..
ચીન અને પાકિસ્તાનના જોખમને ધ્યાનમાં રાખીને ભારત સરહદ પર 15,520 km નું રોડ નેટવર્ક તૈયાર કરશે…
- લોનાવાલામાં સર્જાઈ કરુણાંતિકા….
મહારાષ્ટ્રનું જાણીતું પર્યટન સ્થળ લોનાવાલા માંસર્જાઈ કરુણાંતિકા, એક જ પરિવારના પાંચ લોકો ધોધમાં તણાયા. ત્રણના મૃતદેહ મળ્યા. તો બાકીનાં બે ને શોધવા રેસ્ક્યુ ઓપરેશન તેજ.
- કાશ્મીરમાં મંદિરમાં તોડફોડ…
જમ્મુ કાશ્મીરના રિયાસીમાં મંદિરમાં તોડફોડ થી તણાવ…… 12 શકમંદ ઝડપાયા….