1. Home
  2. ગુજરાતી
  3. કોણ તમારી ફેસબુક પ્રોફાઈલને જોઈ રહ્યું છે, આ રહી તેને જાણવા માટેની ટ્રીક
કોણ તમારી ફેસબુક પ્રોફાઈલને જોઈ રહ્યું છે, આ રહી તેને જાણવા માટેની ટ્રીક

કોણ તમારી ફેસબુક પ્રોફાઈલને જોઈ રહ્યું છે, આ રહી તેને જાણવા માટેની ટ્રીક

0
Social Share
  • ફેસબુકને લઈને જાણો નવી વાત
  • કોણ તમારી પ્રોફાઈલને જોવે છે તે ધ્યાન રાખો
  • હવે આ રીતે કરી શકાશે ચેક

મુંબઈ:  ટેક્નોલોજીનો ઉપયોગ માહિતીની સુરક્ષા કરવા માટે થતો હોય છે પણ માહિતીને ચોરી છુપી રીતે મેળવવા માટે પણ ટેક્નોલોજીનો જ ઉપયોગ થાય છે. આવી જ વાત છે ફેસબુકની કે જેમાં કેટલીક ટ્રીકને ફોલો કરવાથી કોઈ પણ વ્યક્તિ જાણી શકે છે કે તેની ફેસબુક પ્રોફાઈલને કોઈ જોઈ રહ્યું છે.

આને જાણવા માટેની સરળ રીતે એ છે કે સૌથી પહેલા તમારે ડેસ્કટોપ અથવા લેપટોપની જરૂરિયાત પડશે. એની મદદથી તમને એ ખબર પડી જશે કે આખરે કોણ છે જે તમારી પ્રોફાઈલને છુપાઈ છુપાઈને જોઈ રહ્યા છે. ડેસ્કટોપ અથવા લેપટોપ પર સૌથી પહેલા ફેસબુક લોગઈન કરો. એ પછી તમારી ટાઈમલાઈન પર જાઓ અને ક્યાંય પણ માઉસ રાખીને રાઈટ ક્લિક કરો. એ પછી View page source પર ટેપ કરીને પછી કન્ટ્રોલ + U (CTRL+U) પ્રેસ કરો. એ પછી CTRL+F પ્રેસ કરીને પછી BUDDY_ID ને સર્ચ કરો.

અહીં પર BUDDY_ID લખેલું દેખાશે. એમાં એક કોડ પણ હશે જે 15 આંકડાનો હશે.એને કોપી કરીને પછી બ્રાઉઝરમાં એક નવું ટેબ ઓપન કરો. પછી facebook.com/profile ID (15 આંકનો કોડ) નાંખીને એન્ટર આપો.આ કર્યા પછી તમે એ વ્યક્તિની પ્રોફાઈલ ઉપર પહોંચી જશો જે છુપાઈને તમારી પ્રોફાઈલ ચેક કરી રહ્યા હોય છે.

ફેસબુકનો ઉપયોગ આજકાલ બધા લોકો કરી રહ્યા છે. અહીં દુનિયાભરની જાણકારી મળી જાય છે. પછી તે પોલિટિક્સ સંબંધિત હોય કે પછી મનોરંજન સંબંધિત, દરેક કોઈ અહીં કંઈકના કંઈ શેર કરતા રહે છે. આજકાલ ફેસબુક પ્રોફાઈ લોક કરવાનું ચલણ પણ વધ્યું છે. લોકો પોતાની પ્રોફાઈલને લોક કરી દીધી છે જેનાથી તેના ફ્રેન્ડ લિસ્ટમાં ના હોય તે તેમની પ્રોફાઈલ જોઈ ના શકે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code