1. Home
  2. ગુજરાતી
  3. રામમંદિર સમારંભ પહેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પર હાઈએલર્ટ, બીએસએફે લોન્ચ કર્યું ઓપરેશન સર્દ હવા
રામમંદિર સમારંભ પહેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પર હાઈએલર્ટ, બીએસએફે લોન્ચ કર્યું ઓપરેશન સર્દ હવા

રામમંદિર સમારંભ પહેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પર હાઈએલર્ટ, બીએસએફે લોન્ચ કર્યું ઓપરેશન સર્દ હવા

0
Social Share

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન બોર્ડર પર શુક્રવારથી હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સે પોતાનું ઓપરેશન સર્દ હવા લોન્ચ કર્યું છે. 27 જાન્યુઆરીએ સુધી આ ઓપરેશન યતાવત રહેશે. બીએસએફે ઓપરેશન સર્દ હવા હાથ ધર્યું છે, કારણ કે ગાઢ ધુમ્મસ અને ઓછા તાપમાન વચ્ચે સીમાવર્તી વિસ્તારોમાં ઘૂસણખોરીની શક્યતાઓ ઘણી વધી જાય છે. આવી ઘૂસણખોરીને રોકવા માટે બીએસએફે પોતાનું ઓપરેશન હાથ ધર્યું છે. આ સિવાય આ વખતે અયોધ્યામાં રામમંદિરમાં થનારા ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના સમારંભને ધ્યાનમાં રાખીને ભારત અને પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષાને વધારવામાં આવી છે. 26 જાન્યુઆરી પણ નજીકમાં છે. તેને કારણે બીએસએફ દ્વારા સીમાવર્તી ક્ષેત્રોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સીમાવર્તી વિસ્તારોમાં હાલ ગાઢ અને ઝાકળ પડી રહી છે. હવામાનની આ સ્થિતિઓનો ફાયદો ઉઠાવીને બીએસએફે ઘૂસણખોરી રોકવા માટે પોતાની સાવધાની વધારી દીધી છે. ઓપરેશન સર્દ હવામાં આ ક્ષેત્રોમાં વાહનો, ઊંટો અને અન્ય સાધનોથી સતત પેટ્રોલિંગ હાથ ધર્યું છે. બીએસએફના અધિકારીઓનું કહેવું છે કે પશ્ચિમી સીમા પર શિયાળામાં ખાસ સાવધાની માટે દર વર્ષે ઓપરેશન એલર્ટ સર્દ હવા ચલાવવામાં આવે છે. સૂત્ર જણાવે છે કે શિયાળા દરમિયાન ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે સીમા પારી ઘૂસણખોરીની સંભાવના વધુ હોય છે. ઘૂસણખોરો મોટાભાગે ગાઢ ધુમ્મસનો ફાયદો ઉઠાવીને સીમા પાર કરે છે. તેને જોતા સીમા પર બીએસએફ હાઈએલર્ટ પર છે.

આ વખતે રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા અને પ્રજાસત્તાક દિવસને જોતા બીએસએફ હાઈએલર્ટ પર છે. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાને રોકવા માટે સીમા પર વિશેષ ધ્યાન અપાય રહ્યું છે. અધિકારીએ દાવો કર્યો છે કે બીએસએફ, સુરક્ષાની પહેલી પંક્તિ તરીકે છે, પ્રજાસત્તાક દિન દરમિયાન વધુ ચુસ્ત-દુરસ્ત સુરક્ષા રહે છે. સીમાવર્તી વિસ્તારોમાં બીએસએપ આખું વર્ષ સતર્ક રહે છે. અધિકારીઓનું કહેવું  કે ઓપરેશન દરમિયાન સીમા સુરક્ષા દળના તમામ અધિકારી અને જવાન હાઈએલર્ટ પર રહેશે અને સીમા પર ચોકીઓ પર નિરીક્ષણ રાખશે. તેમણે કહ્યુ છે કે બીએસએફ શિયાળા દરમિયાન ગાઢ ધુમ્મસ અને ઝાકળનો ફાયદો ઉઠાવીને ઘૂસણખોરી અને ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે.

બીએસએફના અધિકારીઓનું કહેવું છે કે પડકારપૂર્ણ હવામાનની સ્થિતિ છતાં, બીએસએફના કર્મચારીઓ સંભવિત ખતરા પ્રત્યે હંમેશા સતર્ક રહે છે, ખાસ કરીને ઓપરેશન સર્દ હવા દરમિયાન તેઓ સતર્ક રહે છે. તેમણે કહ્યુ છે કે સેક્ટર મુખ્યમથકના તમામ અધિકારી અને વાન આ દરમિયાન સીમા પર હાજર રહેશે, તેની સાથે 27 જાન્યુઆરી સુધી જવોના મનોબળને વધારવા માટે અધિકારીઓને તહેનાત કરવામાં આવશે. સમગ્ર ઓપરેશન સર્દ હવા દરમિયાન આધુનિક હથિયારો અને તકનીકી ઉપકરણોથી સજ્જ અધિકારી અને સૈનિક 19 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી સીમાની પાસે હાજર રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code