1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશમાં હિન્દુ મહિલા ઉપર ત્રાસ ગુજારાયો, ગેંગરેપનો પણ આરોપ
બાંગ્લાદેશમાં હિન્દુ મહિલા ઉપર ત્રાસ ગુજારાયો, ગેંગરેપનો પણ આરોપ

બાંગ્લાદેશમાં હિન્દુ મહિલા ઉપર ત્રાસ ગુજારાયો, ગેંગરેપનો પણ આરોપ

0
Social Share

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજ ઉપ-જિલ્લામાં એક હિન્દુ મહિલાએ તેની પર ત્રાસ ગુજારવાનો અને સામૂહિક દૂષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે મહિલાએ 5 જાન્યુઆરીએ કાલીગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન ગઇકાલે સાંજે જેસોરના મોનીરામપુર ઉપજિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા એક હિન્દુ વેપારીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ શેરબજારમાં મંદી, જ્યારે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો

બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારો ઓછા થવાના કોઈ સંકેત દેખાતા નથી. છેલ્લા 24 કલાકમાં બે હિન્દુઓની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. દરમિયાન, બાંગ્લાદેશમાં માત્ર 18 દિવસમાં 6 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. 18 ડિસેમ્બર, 2025 અને 6 જાન્યુઆરી, 2026 વચ્ચે બાંગ્લાદેશમાં 6 હિન્દુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હિન્દુ સમુદાયો પરના અત્યાચારોના ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે, પરંતુ યુનુસ સરકાર હજુ પણ ડગમગી નથી.

(PHOTO-FILE)

આ પણ વાંચોઃ તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીવો પ્રગટાવવાની મદ્રાસ હાઈકોર્ટે આપી મંજૂરી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code