Site icon Revoi.in

હોકી એશિયા કપ: ભારત -સાઉથ કોરિયા વચ્ચેની સુપર-4 મેચ 2-2થી ડ્રો

Social Share

હોકી એશિયા કપની સુપર-4 મેચમાં ભારત અને સાઉથ કોરિયા વચ્ચેની મેચ 2-2ના સ્કોર સાથે ડ્રો રહી. આ મેચ બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ હતી.

ભારતે મેચની આઠમી મિનિટે હાર્દિક સિંહના ગોલથી લીડ મેળવી હતી. જોકે, સાઉથ કોરિયાએ ઝડપી વળતો પ્રહાર કર્યો. યાંગ જિહુનએ 12મી મિનિટે અને કિમ હ્યોનહોંગએ 14મી મિનિટે ગોલ કરીને તેમની ટીમને 2-1ની લીડ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરના અંત સુધી સાઉથ કોરિયા આ લીડ જાળવી રાખવામાં સફળ રહ્યું. મેચની 52મી મિનિટે ભારત માટે મનદીપ સિંહે ગોલ કરીને સ્કોર 2-2થી બરાબર કર્યો અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. હવે ભારતીય ટીમનો મુકાબલો આજે મલેશિયા સામે થશે. મલેશિયાએ પોતાની પહેલી સુપર-4 મેચમાં ચીનને હરાવીને જીત મેળવી હતી.