Site icon Revoi.in

જુનિયર એશિયા કપ જીતવા બદલ ભારતીય ટીમને હોકી ઈન્ડિયાએ રોકડ ઈનામની જાહેરાત

Social Share

નવી દિલ્હીઃ ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમે, બુધવારે ઓમાનના મસ્કતમાં પુરુષ જુનિયર એશિયા કપની હાઇ-સ્કોરિંગ ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 5-3થી હરાવીને, તેના ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો.

કી ઈન્ડિયાએ પુરુષ જુનિયર એશિયા કપમાં, તેમના શાનદાર પ્રદર્શન અને ટાઇટલ સંરક્ષણ માટે દરેક ખેલાડીને રૂ. 2 લાખ અને દરેક સપોર્ટ સ્ટાફને રૂ. 1 લાખના રોકડ ઇનામની જાહેરાત કરી છે.

ભારત માટે, અરાજિત સિંહ હુંદલે (4′, 18′, 47′, 54′) શાનદાર પ્રદર્શન કર્યું અને ચાર ગોલ કર્યા.જ્યારે દિલરાજ સિંહ (19′) એ પણ એક ગોલનું યોગદાન આપ્યું. બીજી તરફ, પાકિસ્તાનના કેપ્ટન શાહિદ હન્નાન (3′) અને સુફયાન ખાને (30′, 39′) ગોલ કર્યા હતા.

ભારતે 2023, 2015, 2008 અને 2004માં તેની પાછળની જીત સહિત આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં પાંચ વખત રેકોર્ડ ટ્રોફી ઉપાડી છે.