રશિયા, 12 સપ્ટેમ્બર 2026: રશિયાના ઉત્તરીય પ્રદેશ આર્ખાંગેલસ્કમાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મિનીબસ, લાકડાં ભરેલું ટ્રક અને એક કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુઃખદ અકસ્માતમાં બે નિર્દોષ બાળકો સહિત ઓછામાં ઓછા 13 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મીડિયા અહેવાલો અનુસાર, અન્ય એક વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. રાજ્યની સમાચાર સંસ્થા ‘રિયા’ (RIA) એ ગૃહ મંત્રાલયના અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
ઘાયલ થયેલા લોકોમાંથી આઠની હાલત ગંભીર હોવાનું અને ત્રણની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત સ્થળે અનેક કટોકટી તબીબી ટીમો તૈનાત કરવામાં આવી છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
વધુ વાંચો: CSKના આગામી કોચ માટે કોનું નામ ચર્ચામાં? એમ.એસ. ધોનીની સલાહથી આ દિગ્ગજ ખેલાડી પર નજર


