1. Home
  2. ગુજરાતી
  3. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ધાણા અને ચણાની જંગી આવક
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ધાણા અને ચણાની જંગી આવક

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ધાણા અને ચણાની જંગી આવક

0
Social Share

અમદાવાદઃ જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને સુકા મરચાની જંગી આવક બાદ હવે ચણા અને ધાણાની મબલખ આવકથી યાર્ડ છલકાયું હતું. યાર્ડમાં ચણાની આવક 27,488ની નોંધાઇ છે. જયારે ધાણાની આવક 22,750 મણની રહી હતી. યાર્ડમાં ચણા અને ધાણાના ભાવ પણ સારા એવા ખેડૂતોને મળી રહ્યા છે. જેથી ખેડૂતો પણ આનંદની લાગણી વ્યકત કરે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 3 દિવસ દરમિયાન લગભગ 13087 મણ, 28000 મણ તેમજ 22,750 મણ ધાણાની આવક થઇ છે. ધાણાના ભાવ રૂા.1100થી 1300ની વચ્ચે રહ્યા હતા. જયારે ધાણીનો ભાવ રૂા.1300થી વધીને રૂા.2500 સુધી પહોંચ્યો હતો. આજ રીતે જોઇએ તો ચણાની આવક પણ યાર્ડમાં વિપુલ પ્રમાણમાં નોંધાઇ રહી છે. સારી કવોલેટીના ચણાનું ઉત્પાદન પણ વ્યાપક પ્રમાણમાં થયું છે. જેને લીધે યાર્ડ ચણાની આવકથી પણ ઉભરાઇ રહ્યું છે. આ જ રીતે યાર્ડમાં ચણાની આવક 31000 મણ, 32000 મણ, 27000 મણ સુધી પહોંચી હતી.

જામનગરના ખેડૂતો મોટી સંખ્યામાં ધાણા અને ચણા લઈને વહેલી સવારથી જ હાપા માર્કેટ યાર્ડ આવે છે. જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં હવે ધાણા અને ચણાની આવક પણ સારા ભાવને કારણે વધી રહી હોવાનું યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code