Homeગુજરાતીહંટરનું દમદાર ટ્રેલર રિલીઝ, સુનીલ શેટ્ટીને એક્શનમાં જોઈને ચાહકોએ કહ્યું- 'અન્ના ઈઝ...

હંટરનું દમદાર ટ્રેલર રિલીઝ, સુનીલ શેટ્ટીને એક્શનમાં જોઈને ચાહકોએ કહ્યું- ‘અન્ના ઈઝ બેક’ 

મુંબઈ:બોલિવૂડના અન્ના સુનીલ શેટ્ટી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘હેરા ફેરી 3’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે.આ દરમિયાન તેની પ્રથમ વેબ સિરીઝ ‘હંટર ટુટેગા નહીં તોડેગા’નું ટ્રેલર સામે આવ્યું છે, જે ચાહકોમાં ધૂમ મચાવી રહ્યું છે.આ એક એક્શન પેક્ડ થ્રિલર મર્ડર મિસ્ટ્રી વેબ સિરીઝ છે, જેમાં સુનીલ સેટ્ટી એસીપી વિક્રમ સિંહાની મજબૂત ભૂમિકામાં જોવા મળે છે.

ટ્રેલર શેર કરતી વખતે સુનીલ શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું છે કે,’એસીપી વિક્રમની દુનિયામાં આપનું સ્વાગત છે.મારી આ દુનિયામાં ફક્ત તોડવાનું જ અલાઉડ છે,તૂટવાની નહીં.મારી નવી સિરીઝ હંટર જુઓ માત્ર Amazon Mini TV પર.ખાસ વાત એ છે કે એશા દેઓલે આ વેબ સિરીઝ દ્વારા કમબેક કર્યું છે.તે પત્રકારની ભૂમિકામાં છે.

આ સિવાય બરખા બિષ્ટ, રાહુલ દેવ, મિહિર આહુજા, ટીના સિંહ, ચાહત તેજવાની, કરણવીર શર્મા, સિદ્ધાર્થ ખેર, ગાર્ગી સાવંત અને પવન ચોપરા પણ ‘હંટર’માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝ 22 માર્ચે રિલીઝ થશે,જેનું નિર્દેશન પ્રિન્સ ધીમાન અને આલોક બત્રાએ કર્યું છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular