
ચોરી ના થઈ જાય ફોનનો તમામ ડેટા, ખતરામાં કરોડો યુઝર્સ, સરકારે કહ્યું- તરત કરો આ કામ
ગુગલ ક્રોમનો ઉપયોગ કરતા કરોડો લોકો ખતરામાં છે. ભરત સરકારે તેને લઈ ચેતવણી કરી છે. કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમએ ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરના કેટલાક વર્ઝનમાં જોવા મળેલી સુરક્ષા ખામીઓને લઈને ચેતવણી આપી છે.
હેકર્સ આ કમજોરીઓનો ફાયદો ઉઠાવી તમારી સિસ્ટમનો ડેટા નિકાળી શકે છે. આ ડેટામાં લોગીન ક્રેડેશિયલ અને ફાઈનેંશિયલ ડિટેલ્સનો સમાવેશ થાય છે. WINDOWS અને MAC માટે 124.0.6357.78/.79 પહેલાના GOOGLE CROME વર્ઝન અને LINUX માટે 124.0.6367.78 પહેલાના GOOGLE CROME વર્ઝન પ્રભાવિત થયા છે. હેકર્સ ગમે ત્યારે આ કમજોરીનો ફઆયદો ઉઠાવી શકે છે. આવામાં સાવધાન રહેવાની ખૂબ જરૂર છે.
• સેફ રહેવા માટે તરત જ કરી લો આ કામ
CERT-In એ Chrome યૂઝર્સને ઉપલબ્ધ સિક્યોરિટી અપડેટ્સને તરત અપડેટ કરવાની સલાહ આપી છે. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈપણ નવા સિક્યોરિટી પેચ રીલીઝ થાય, ત્યારે તમારા બ્રાઉઝરને અપડેટ કરો. તમે તેને મેન્યુઅલી પણ અપડેટ કરી શકો છો.
• જાણો જાતે કેવી રીતે અપડેટ કરી શકો છો
પહેલા ગૂગલ ક્રોમ લોંચ કરો, આ પછી, ડ્રોપ-ડાઉન મેનૂને ઍક્સેસ કરવા માટે ઉપર-જમણા ખૂણામાં આપેલા ત્રણ વર્ટિકલ બિંદુઓ પર ક્લિક કરો. પછી ‘હેલ્પ’ વિકલ્પ પસંદ કરો. સબમેનુમાંથી ‘Google Chrome વિશે’ પસંદ કરો. Google Chrome અપડેટ્સ માટે આપમેળે તપાસ કરશે અને જ્યારે અપડેટ ઉપલબ્ધ હશે ત્યારે ઇન્સ્ટોલેશન પ્રક્રિયા શરૂ કરશે.એકવાર અપડેટ પૂરૂ થઈ જાય, પછી નવીનતમ સંસ્કરણનો ઉપયોગ કરવા માટે Google Chrome ને ફરીથી લોંચ કરો પર ક્લિક કરો. જો તમે તમારા ફોનમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે પ્લે સ્ટોર પર જઈને પણ ગૂગલ ક્રોમને અપડેટ કરી શકો છો.