
જો શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી ગયું હોય તો આટલું કરો, આરોગ્ય સુધરશે
હિમોગ્લોબિન એ આયર્ન સમૃદ્ધ પ્રોટીન છે, જે લાલ રક્ત કોશિકાઓમાં હાજર હોય છે. તે સમગ્ર શરીરમાં ઓક્સિજન વહન કરવાનું કામ કરે છે. જ્યારે હિમોગ્લોબિનનું સ્તર ઘટે છે, ત્યારે થાક, નબળાઇ, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ શરૂ થાય છે. જો તેનું સ્તર ખૂબ ઓછું થઈ જાય તો તે એનિમિયાનું સ્વરૂપ લે છે. સ્ત્રીઓમાં એનિમિયા વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક એવા ખોરાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ખાવાથી તમારા શરીરમાં હિમોગ્લોબિન વધી શકે છે.
હિમોગ્લોબિન લેવલ પુરુષો માટે 14 થી 18 ગ્રામ DL અને મહિલાઓ માટે 12 થી 16 ગ્રામ DL હોવું જોઈએ. જો આ લેવલથી ઓછુ હોય તો હિમોલ્ગોબિન વધે તેવો ખોરાક લેવો જોઈએ…
હિમોગ્લોબિન વધારવા માટે શું ખાવું
- સંતરા, લીંબુ, કેપ્સિકમ, ટામેટાં, દ્રાક્ષ, બેરી વગેરે વધુ ખાઓ કારણ કે તેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, તે શરીરમાં આયર્નને શોષવામાં મદદ કરે છે.
- ફોલિક એસિડ એ બી-કોમ્પ્લેક્સ વિટામિન છે જે શરીરમાં લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. ફોલિક એસિડની ઉણપ હિમોગ્લોબિનનું સ્તર ઘટાડી શકે છે. લીલા પાંદડાવાળા શાકભાજી, ફણગાવેલા અનાજ, સૂકા કઠોળ, મગફળી, કેળા, બ્રોકોલી, લીવર વગેરેનું સેવન કરવુ જોઈએ.
- દાડમ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબર તેમજ કેલ્શિયમ અને આયર્નનો સમૃદ્ધ સ્ત્રોત છે. હિમોગ્લોબિન વધારવા માટે આ એક શ્રેષ્ઠ ખોરાક છે. રોજ દાડમનો રસ પીવો જોઈએ.
- ખજૂર આયર્નના સમૃદ્ધ સ્ત્રોત પ્રદાન કરે છે, જે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. જો કે, મોટાભાગના ડોકટરો ભલામણ કરે છે કે ડાયાબિટીસના દર્દીઓએ ખાંડની માત્રા વધુ હોવાને કારણે ખજૂર ખાવાનું ટાળવું જોઈએ.