1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકાર સામેના કોઈપણ પ્રશ્નો હોય તો CM કે મંત્રીઓને બદલે સીઆર પાટિલ કેમ જવાબ આપે છેઃ મેવાણી

સરકાર સામેના કોઈપણ પ્રશ્નો હોય તો CM કે મંત્રીઓને બદલે સીઆર પાટિલ કેમ જવાબ આપે છેઃ મેવાણી

0
Social Share

અમદાવાદઃ બનાસકાંઠાના વડગામમાં પાણીની સમસ્યા મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ષે આપેલા નિવેદન સામે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વળતો પ્રહાર કરતા સી.આર પાટીલને દખલગીરી ન કરવા માટે સલાહ આપી હતી. એટલું જ નહીં જીગ્નેશ મેવાણી એ એમ પણ કહ્યું હતું કે, પાણી મુદ્દે મુખ્યમંત્રી, સંબંધિત વિભાગના મંત્રી કે અધિકારીએ જવાબ આપવાની જરૂર હતી. શા માટે સી.આર.પાટિલ દખલગીરી કરી રહ્યા છે. મેવાણીએ મુખ્યમંત્રીને મળીને પાણી મુદ્દે અંતિમ અલ્ટીમેટમ આપવાની જાહેરાત પણ કરી છે. જો રજૂઆત બાદ કોઇ નિરાકરણ ન આવે તો રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

બનાસકાંઠા જિલ્લાના વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બનાસકાંઠા તથા તેમના મત વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મેવાણીએ કહ્યું હતું કે,  નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે આવનારા દિવસોમાં 80 કરોડો લોકોને પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થવાનો છે. ગુજરાત સરકારના રિપોર્ટ પ્રમાણે ઉત્તર ગુજરાતના 24 તાલુકામાં ભૂગર્ભ જળની ગંભીર સમસ્યા છે. વડગામના મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવ પાણી ભરવા માટે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. અગાઉ વિધાનસભામાં પણ આ મામલે રજૂઆત કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા જિલ્લો કે જેનું નામ નદી સાથે જોડાયેલું છે, તેને નપાણીયું બનાવી દીધું છે.

બનાસકાંઠામાં પાણીના પ્રશ્નો મામલે સી.આર પાટીલે આપેલી પ્રતિક્રિયાને લઈને જીગ્નેશ મેવાણી એ કહ્યું હતું કે, પાણીના પ્રશ્ન બાબતે સી.એમ, પાણી પુરવઠા મંત્રી કે સંબંધિત વિભાગના અધિકારીની જગ્યાએ સી.આર. પાટીલને જવાબ આપવો પડે છે. પરંતુ હકીકતમાં જે તે વિભાગના પ્રશ્નો ઉપસ્થિત થાય તે વિભાગના અધિકારી કે મંત્રીએ જવાબ આપવાનો હોય, આમાં સી.આર. પાટીલે કોઈપણ પ્રકારની દખલગીરી કરવાની જરૂર નથી. પાંચ વર્ષ સુધી સતત રજૂઆતો કરી છે, સી.આર.પાટીલે રેકોર્ડની તપાસ કરાવ્યા બાદ આવું નિવેદન આપવું જોઇએ. સરકાર કહે છે કે તળાવમાં તપાસ કરવા માટે અધિકારીઓને મોકલ્યા છે, શા માટે ધૂળ અને ઢેફાને શોધવા માટે? રાજ્ય સરકારે સર્વે કરેલો છે અને 110 કરોડનો પ્રોજેક્ટ તૈયાર છે, છતાં તેનો અમલ કેમ નથી કરતો,  પાટણ જિલ્લાથી તેમના મત વિસ્તારના ગામમાં નર્મદા કેનાલનો પ્રોજેક્ટ કેમ નથી લંબાવાતો, પાણીના પ્રશ્ને ભાજપની સરકાર ગંભીર નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, જીજ્ઞેશ મેવાણીએ વડગામમાં પાણીના પ્રશ્ન મામલે સીએમને અલ્ટિમેટમ પાઠવવાની વાત કરી હતી જેને લઇને સી. આર. પાટીલે જવાબ આપતાં કહ્યું હતું કે, જીજ્ઞેશ મેવાણીને પાણીના પ્રશ્ન મામલે બોલવાનો કોઈ અધિકાર નથી. ચૂંટણીના સમયે હવે જીગ્નેશ મેવાણીને પાણી યાદ આવ્યું છે. પાંચ વર્ષમાં જીજ્ઞેશ મેવાણી પ્રજાનો વિશ્વાસ ખોઇ બેઠા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code