1. Home
  2. ગુજરાતી
  3. પર્વતોમાં ફરવાનો પ્લાનિંગ છે તો જાણીલો સસ્તા દરે મળતી રહેવા જમવાની સગવડોની માહિતી
પર્વતોમાં ફરવાનો પ્લાનિંગ છે તો જાણીલો સસ્તા દરે મળતી રહેવા જમવાની સગવડોની માહિતી

પર્વતોમાં ફરવાનો પ્લાનિંગ છે તો જાણીલો સસ્તા દરે મળતી રહેવા જમવાની સગવડોની માહિતી

0
Social Share
  • ફરવા માટેના બેસ્ટ સ્થળો
  • અહીં રહેવાની જમવાની ફ્રીમાં મળશે સુવિધાઓ

દેશમાં એવી ઘણી અદ્ભુત જગ્યાઓ આવેલી છે,જ્યાં કુદરતી દર્શઅયો અને કુદરતના સાનિધ્યામાં રહેવાની મજા પડે છે આ સાથે જ જ્યાં રહેવાથી ન માત્ર આધ્યાત્મિક સુખ અને શાંતિ મળે છે, પરંતુ આ જગ્યાઓ સ્વાસ્થ્ય માટે પણ ઘણી મહત્વની છે. જો તમે એવી જગ્યા માટે પ્લાનિંગ કરી રહ્યા છો જ્યાં તમે મફતમાં થોડા દિવસ શાંતિથી રહી શકો, તો આ કેટલીક એવી જગ્યા છે જ્યા ફ્રીમાં તમે રહી શકો છો

મણિકરણ સાહિબ ગુરુદ્વારા –

જો તમે હિમાચલ પ્રદેશની ઘાટીઓમાં ફરવા જવા માંગો છો, તો તમે અહીં મણિકરણ સાહિબ ગુરુદ્વારામાં ફ્રીમાં રહી શકો છો. તમને ગુરુદ્વારામાં ફ્રી પાર્કિંગ અને ભોજન પણ મળશે. પાર્વતી નદીના કિનારે આવેલા ગુરુદ્વારામાં આવતા જ તમને અંતરની શાંતિનો અહેસાસ થશે.

આનંદા આશ્રમ કેરળ-

કેરળની લીલાછમ ટેકરીઓ વચ્ચે વસેલું આનંદાશ્રમ તમારા મનની શાંતિનું કેન્દ્ર બની શકે છે. આ મઠમાં રહેવાથી લઈને ભોજન સુધીની તમામ સુવિધાઓ તમને મફત મળે છે. સાત્વિક રહેણીકરણી અને ભોજન તમારા મન અને શરીર બંનેને શુદ્ધ કરશે.

ઈશા ફાઉન્ડેશન-

કોઈમ્બતુરથી લગભગ 40 કિમી દૂર સ્થિત ઈશા ફાઉન્ડેશન એક ધાર્મિક કેન્દ્ર પણ છે જ્યાં આદિયોગી શિવની ખૂબ જ સુંદર અને મોટી પ્રતિમા પણ છે. આ કેન્દ્ર યોગ, પર્યાવરણ અને સામાજિક કાર્ય ક્ષેત્રે કામ કરે છે. જો તમે ઈચ્છો તો તમે પણ અહીં યોગદાન આપી શકો છો. અહીં તમે મફતમાં રહી શકો છો.

નિંગમાપા મઠ -હિમાચલ પ્રદેશ

આ મઠ રેવાલસર તળાવની નજીક આવેલા હિમાચલી નગર રેવાલસરમાં સ્થિત છે. આ સુંદર મઠમાં રહેવા માટે તમારે ખૂબ જ નજીવું ભાડું ચૂકવવું પડશે. 200 થી 300 રૂપિયા ચૂકવ્યા પછી, તમને અહીં મફત ભોજન મળશે. આ મઠની નજીક એક સ્થાનિક બજાર પણ છે જ્યાંથી તમે ખરીદી કરી શકો

તિબેટીયન બૌદ્ધ મઠ સારનાથ –

ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત સારનાથના ઐતિહાસિક મઠમાં એક રાત્રિ રોકાણનું ભાડું માત્ર 50 રૂપિયા છે. આ મઠની જાળવણી લાધન ચોત્રુલ મોનાલમ ચેનામો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ મઠમાં ભગવાન બુદ્ધનું સ્વરૂપ શાક્યમુનીની પ્રતિમા છે.

ગોવિંદ ઘાટ ગુરુદ્રારા ઉત્તરાખંડ-

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે સ્થિત ગોવિંદ ઘાટ ગુરુદ્વારા તમારુ મન મોહી લે તેવું સ્થળ છે. અહીંનું શાંત વાતાવરણ અને હરિયાળી તમને આધ્યાત્મિકતા સાથે જોડશે અને તમે આપોઆપ સ્વસ્થ અનુભવશો. અહીં આવનારા પ્રવાસીઓ, ટ્રેકર્સ અને શ્રદ્ધાળુઓ અહીં ફ્રીમાં રહી શકે છે. ગુરુદ્વારામાંથી તમે પર્વતોના સુંદર નજારા જોઈ શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code