1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- કેપ્સિકમ મરચા અને બાફેલા બટાકાની આ સબજી તમને આપશે પંજાબી ભોજનનો સ્વાદ, તો આજે જ ટ્રાય કરો 
કિચન ટિપ્સઃ- કેપ્સિકમ મરચા અને બાફેલા બટાકાની આ સબજી તમને આપશે પંજાબી ભોજનનો સ્વાદ, તો આજે જ ટ્રાય કરો 

કિચન ટિપ્સઃ- કેપ્સિકમ મરચા અને બાફેલા બટાકાની આ સબજી તમને આપશે પંજાબી ભોજનનો સ્વાદ, તો આજે જ ટ્રાય કરો 

0
Social Share

સાહિન મુલતાનીઃ-

સામાન્ય રીતે બટાકાનું શાક દરેક ઘરોમાં મોટા ભાગે બને જ છે, જો કે આજે કેપ્સિકમ મરચા અને બાફેલા બચાકાનું શાક બનાવાની સૌથી સરળ રીત જોઈશું જે ખાવામાં પંજાબી ટેસ્ટની હશે અને જલ્દી બની પણ જશે.

સામગ્રી

  • 500 ગ્રામ – બટાકા ( બાફીને એક સરખા ચોરસ ટૂકડા કરીલો)
  • 1 નંગ – શિમલા મરચું (લંબ ચોરસ શેપમાં સમારીલો )
  • 2 નંગ – ટામેટા (જીણા જીણા સમારેીલો)
  • 2 ચમચી – આદુ-લસણની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • જરુર પ્રમાણે – હરદળ
  • 3 ચમચી – કાશ્મીરી લાલ મરચું
  • 1 ચમચી – જીરું
  • 4 ચમચા – તેલ 
  • થોડા જીણા સમારેલા લીલા ધાણા 
  • 1 ચમચી – મલાઈ

સૌ પ્રથમ એક કઢાઈ લો. તેમાં જીરું નાખો અને ત્યાર બાદ કેપ્સિકમ મરચા તથા ટામેટાને એડ કરીને 2 મિનિટ સુધી સાંતળી લો

હવે તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરીને સાંતળો

ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હરદળ, લાલ મરચું એડ કરીને બરાબર સાંતળો

હવે આ મિશ્રણમાં બાફેલા બટાકાના ટૂકડા એડ કરીને 2 મિનિટ કઢાઈ પર ઢાકણ ઢાંકીને થવાદો

ત્યાર બાદ કઢાઈમાં 2 કપ જેટલું પાણી એડ કરીને 10 મિનિટ સુધી ઘીમી આંચે શાકને ઉકાળીલો.હવે તેમાં મલાઈ અને લીલા ધાણઆ એડ કરીલો, તૈયાર છે બટાકા કેપ્સિકમનું આ ટેસ્ટી પંજાબી સ્ટાઈલનું શાક

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code