UPIને IMF એ દુનિયાની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ માની
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના જૂન 2025ના રિપોર્ટ ‘ગ્રોઇંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ (ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી)’ માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ને ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ના હિસાબે દુનિયાની સૌથી મોટી રિટેલ ફાસ્ટ-પેમેન્ટ સિસ્ટમ (FPS) માનવામાં આવી છે. આ ઉપરાંત, ACI વર્લ્ડવાઇડના 2024 ના રિપોર્ટ ‘પ્રાઇમ ટાઇમ ફોર રિયલ-ટાઇમ’ અનુસાર, UPIની ગ્લોબલ રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં લગભગ 49% હિસ્સેદારી છે. તેમ નાણા મંત્રાલયમાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું.
અહીં કોષ્ટકમાં UPIની વર્તમાન સ્થિતિ અને અન્ય મુખ્ય આંતરરાષ્ટ્રીય રિયલ-ટાઇમ પેમેન્ટ પ્લેટફોર્મની તુલનામાં માર્કેટ શેરનું વિસ્તૃત તુલનાત્મક વિવરણ આપેલ છે:
| દેશ | લેણ-દેણની માત્રા (અબજોમાં) | વૈશ્વિક રિયલ-ટાઇમ ચુકવણી પ્લેટફોર્મનો % હિસ્સો |
| ભારત | 129.3 | 49% |
| બ્રાઝિલ | 37.4 | 14% |
| થાઇલેન્ડ | 20.4 | 8% |
| ચીન | 17.2 | 6% |
| દક્ષિણ કોરિયા | 9.1 | 3% |
| અન્ય | 52.8 | 20% |
| કુલ | 266.2 | 100% |
સ્રોત: ACI વર્લ્ડવાઇડની ‘પ્રાઇમ ટાઇમ ફોર રિયલ-ટાઇમ’ 2024 રિપોર્ટ
UPI સહિત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને અપનાવવામાં નાના વેપારીઓની મદદ કરવા માટે, સરકારે, ભારતીય રિઝર્વ બેંક (RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ સમયાંતરે ઘણી પહેલ કરી છે.
BHIM-UPI ઇન્સેન્ટિવ સ્કીમ: ઓછા મૂલ્યવાળા BHIM-UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે.
પેમેન્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (PIDF): આ ફંડ ટિયર-3 થી 6 કેન્દ્રોમાં ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (જેમ કે POS ટર્મિનલ અને QR કોડ) લગાવવા માટે બેંકો અને ફિનટેક કંપનીઓને અનુદાન સહાય પૂરી પાડે છે. 31 ઓક્ટોબર, 2025 સુધી, PIDF ના માધ્યમથી ટિયર-3 થી 6 કેન્દ્રોમાં લગભગ 5.45 કરોડ ડિજિટલ ટચ પોઇન્ટ લગાવવામાં આવ્યા છે.
QR કોડ વિતરણ: નાણાકીય વર્ષ 2024-25 સુધી, લગભગ 6.5 કરોડ વેપારીઓને કુલ 56.86 કરોડ QR કોડ આપવામાં આવ્યા.
સરકાર, RBI અને NPCI એ સમગ્ર દેશમાં જાહેર સેવાઓ, પરિવહન અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સહિત તમામ વ્યવસાયોમાં RuPay અને UPIના માધ્યમથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું છે.


