
અમદાવાદમાં ટુ-વ્હીલર ચાલકો 60 km/h થી વધુની ઝડપથી વાહન નહીં હંકારી શકે
અમદાવાદઃ શહેરમાં વાહનો વધવાની સાથે અનેક લોકો સ્પીડમાં વાહન હંકારતા હોવાથી અકસ્માતના બનાવો સામે આવે છે. જો કે, હવે શહેરમાં ટુ-વ્હીલર ચાલકો 60 કિમી અને ફોર વ્હીલર ચાલકો 40 કિમીની વધુની ઝડપથી વાહન નહીં હંકારી શકે. આ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરાનામુ બહાર પાડ્યું હતું.
અમદાવાદ પોલીસ કમિશ્નરે સ્પીડ લિમિટને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર ચાલકોએ 60 અને ફોર વ્હીલર ચાલકોએ 40ની સ્પીડે વાહન હંકારવુ પડશે. તેમજ ટ્રાન્સપોર્ટેશન વાહનો 60ની સ્પીડે ચલાવી શકાશે. વાહનની ગતિ નિયત સ્પીડ વધુ હશે તો ટ્રાફિક પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.
આઠ કરતાં વધુ સીટ ધરાવતાં વ્હીકલ 70 કિમી, ટ્રાન્સપોર્ટેશનવાળા વ્હીકલ 60 કિમી, ટ્રેક્ટર 30 કિમી, ટુ વ્હીલર 60 અને કાર 40 કિમીની સ્પીડે હંકારી શકાશે. આ ઉપરાંત કેબ માટે 50 કિમીની સ્પીડ નક્કી કરવામાં આવી છે. જો, કે શહેરી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન તેમજ આઠ કરતાં વધુ મુસાફરો વાળા વ્હીકલોની સ્પીડ ઓછી હોવી જોઈએ. વાહનની સ્પીડ નક્કી કરવામાં આવાત હવે માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થવાની શકયતા છે.
અત્રે ગુજરાતમાં વર્ષ 2017 દરમિયાન 18081 જેટલા માર્ગ અકસ્માતના બનાવો બન્યાં હતા. જેમાં 7289 વ્યક્તિનાં મોત થયાં હતાં. ભારતમાં સૌથી વધુ માર્ગ અકસ્માત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 10મા ક્રમે છે. ગુજરાતમાં હિટ એન્ડ રનને લીધે અકસ્માતના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો થયો છે.