Homeગુજરાતીગુજરાતગુજરાતમાં પવનની દિશા બદલાતા ગરમીમાં થોડી રાહત મળી, હવે બે દિવસ બાદ...

ગુજરાતમાં પવનની દિશા બદલાતા ગરમીમાં થોડી રાહત મળી, હવે બે દિવસ બાદ તાપમાન વધશે

અમદાવાદઃ ગુજરાતમાં 13મીથી 15 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ માવઠાને લીધે વાતાવરણ થોડી ઠંડક થતાં લોકોને રાહત થઈ હતી. પણ ત્યારબાદ ગરમીમાં વધારો થયો હતો. અને તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જતાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. હવે પવનની દિશા બદવાતા ત્રણ-ચાર દિવસ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. જો કે ત્યારબાદ ફરીવાર તાપમાનમાં વધારો થશે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચશે.

રાજ્યના હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરી છે. હાલ પવનો પશ્ચિમ દિશા તરફથી ફૂંકાઈ રહ્યા છે, તેને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. આજે શનિવારથી જ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.  આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે.

છેલ્લા 24 કલાક દરમિયાન ગીર સોમનાથમાં હીટવેવની અસર વર્તાઈ હતી, જ્યારે આગામી ચાર દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી નથી. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હજુ પણ આગામી 48 કલાક બે ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે. આ સાથે ચાર દિવસ બાદ ફરી એકવાર તાપમાનનો પારો ઉચકાશે અને ગુજરાત ફરી એકવાર અગનભઠ્ઠી બનશે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે સવારથી અંશતઃ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી સાથે ઉકળાટ પણ અનુભવાયો હતો. આગામી 24 કલાકમાં રાજ્યના સામાન્ય વાતાવરણ બની રહેશે. પવનની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળશે. સાથે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પશ્ચિમી પવનો ફૂંકાવવાથી વાતાવરણમાં ભેજ રહેશે. જેથી તાપમાનનો પારો આગામી દિવસોમાં સ્થિર રહેશે. અમદાવાદમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. સૌરાષ્ટ્રમાં ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. પવનની દિશા બદલાઈ છે જેથી તાપમાન સામાન્ય રહેશે, પરંતુ તેની અમદાવાદમાં સામાન્ય અસર વર્તાશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે જઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments