Homeગુજરાતીથાણેમાં ચા સાથે નાસ્તો નહીં આપનારી પુત્રવધુ ઉપર સસરાએ કર્યું ફાયરિંગ

થાણેમાં ચા સાથે નાસ્તો નહીં આપનારી પુત્રવધુ ઉપર સસરાએ કર્યું ફાયરિંગ

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે સામાન્ય તકરારમાં પુત્રવધુને ગોળી મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સસરાને પુત્રવધુએ ચા આપી હતી પરંતુ નાશ્તો આપ્યો ન હતો. જેથી નારાજ સસરાએ રિવોલ્વરથી પુત્રવધુ ઉપર ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર થાણેમાં રહેતા 72 વર્ષીય કાશીનાથ પાંડુરંગ પાટીલને સવારે પુત્રવધુ ચા આપી હતી. જો કે, ચા સાથે નાસ્તો આપ્યો ન હતો. જેથી કાશીનાથ પાટીલ ગુસ્સે ભરાયાં હતા. તેમજ પોતાની પાસેની રિવોલ્વર કાઢીને 46 વર્ષીય પુત્રવધુ ઉપર ગોળીબાર કર્યો હતો. પાટીલના ઘરમાંથી ગોળીબારને અવાજ આવતા આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મહિલાને પેટના ભાગે ગોળીવાગી હતી. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ આ અંગે પોલીસે વૃદ્ધ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સામાન્ય મુદ્દે મહિલા ઉપર ગોળીબાર કરનાર વૃદ્ધ સામે લોકોએ ફિટકાર વરસાવી હતી.

સંબંધિત લેખો

Most Popular