1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ટેક્સ છૂટછાટ મેળવનારા ત્રણ લાખ જેટલા કરદાતાને ઇન્કમટેકસની નોટીસ
ગુજરાતમાં ટેક્સ છૂટછાટ મેળવનારા ત્રણ લાખ જેટલા કરદાતાને ઇન્કમટેકસની નોટીસ

ગુજરાતમાં ટેક્સ છૂટછાટ મેળવનારા ત્રણ લાખ જેટલા કરદાતાને ઇન્કમટેકસની નોટીસ

0
Social Share

અમદાવાદઃ પગારદાર વર્ગ દ્વારા આવક વેરા રીટર્ન ભરાયાને માંડ 10 દિવસ થયા છે ત્યાંરે રીટર્નમાં વિવિધ ટેકસ છુટછાટ મેળવનારા કરદાતાઓને ઇન્કમ ટેકસ તરફથી નોટીસો મળતા પગારદાર કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર ગુજરાતમાં અંદાજીત ત્રણ લાખ જેટલા કરદાતાઓને નોટીસ ફટકારવામાં આવી હોવાનું કહેવાય છે.
સુત્રોના જણાવ્યા મુજબ તગડો પગાર લેતા કર્મચારીઓ ઈન્કમટેક્સ ભરવો ન પડે તે માટે અને ભરેલો ટેક્સ રિટર્ન મેળવવા માટે  આવક વેરા રીટર્નમાં વિવિધ ખર્ચ બતાવતા હોય છે. જેમાં કરદાતાઓ પ્રોવિડન્ડ ફંડના વ્યાજ, હોમલોનના વ્યાજ, મકાન ભાડા, મ્યુચ્યુઅલ ફંડ જેવી અનેકવિધ આવક-ચૂકવણી પર કપાત મેળવતા હોય છે, તે આવકવેરા કાયદા અંતર્ગત જ હોય છે. પરંતુ ઘણાબધા કરદાતાઓએ  માન્ય સંસ્થાઓને દાન, પોતાના બાળકોની સ્કુલ ફી સહિત ખર્ચ દર્શાવ્યો છે. આવકવેરા વિભાગની સ્કુટીની દરમિયાન અનેક ક્ષતિઓ જોવા મળી હતી. આવકવેરા વિભાગે આ પ્રકારની કરવેરા છુટછાટો મેળવનારા લાખો કરદાતાઓને ધડાધડ નોટીસો આપવાનું શરૂ કરી દીધું છે.

સૂત્રોના કહેવા મુજબ સમગ્ર ગુજરાતમાં અંદાજીત ત્રણ લાખ કરદાતાઓને નોટીસ ફટકારવામાં આવી છે. મહત્વની વાત એ છે કે સાત જ દિવસમાં નોટીસોનો જવાબ અને ખુલાસો આપવાની મહેતલ આપવામાં આવી છે. જેથી કરદાતાઓને દોડધામમાં મુકાવુ પડે તેવી હાલત સર્જાઈ છે. આવકવેરા રીટર્ન ભરાયાના ગણતરીના દિવસોમાં નોટીસો ધડાધડ ઇસ્યુ થયાને પગલે કરદાતાઓમાં પણ જબરો ઉહાપોહ સર્જાયો છે.
સાત દિવસમાં જ કરકપાતના પુરાવા રૂપે દસ્તાવેજો રજુ કરવાના થાય છે અને તે રજુ કરવામાં ન આવે તો 30 ટકા લેખે ટેકસ ચુકવવો પડે તેવી હાલત ઉભી થઇ શકે છે. કરદાતાઓ પીએફના વ્યાજ ઉપરાંત મ્યુચ્યુલ ફંડ, ફિકસ ડિપોઝીટના વ્યાજ સહિતના કરકપાત મેળવતા હોય છે. હવે નોટીસોના પગલે આ તમામ કરકપાતના ઓનલાઇન પુરાવા રજુ કરવા પડશે જે સમયસર રજુ કરવામાં ન આવે તો ટેકસ ડિમાન્ડ ઉભી કરવામાં આવશે અને ત્યારે કરદાતાઓને વધુ તકલીફમાં મુકવાનો વખત આવશે.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code