કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ અને પશુપાલન મંત્રી રાજીવ રંજન સિંહે કોલકાતા ખાતે એક કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત વિશ્વમાં મત્સ્ય ઉત્પાદનમાં બીજા ક્રમે પહોંચ્યું છે. તેમણે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના પ્રતિનિધિઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠકમાં મત્સ્ય ઉત્પાદન વધારવા અને આ ક્ષેત્રમાં આવતી અડચણો દૂર કરવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ અને અન્ય વિવિધ યોજનાઓ પર પણ ચર્ચા કરાઈ હતી.