1. Home
  2. ગુજરાતી
  3. ભારતઃ ઇથેનોલ મિશ્રણ-જૈવઇંધણને કારણે 318 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો
ભારતઃ ઇથેનોલ મિશ્રણ-જૈવઇંધણને કારણે 318 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો

ભારતઃ ઇથેનોલ મિશ્રણ-જૈવઇંધણને કારણે 318 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો

0
Social Share

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. દરમિયાન બેંગલુરુ ખાતે ઇન્ડિયા એનર્જી સપ્તાહ 2023નું ઉદ્ઘાટન કરશે. ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ અને જૈવઇંધણ (બાયોફ્યુઅલ) કાર્યક્રમ હેઠળ છેલ્લાં આઠ વર્ષ દરમિયાન મળેલી સિદ્ધિઓએ માત્ર ભારતની ઉર્જા સુરક્ષામાં વધારો નથી કર્યો, પરંતુ તેના પરિણામે 318 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને લગભગ 54,000 કરોડ રૂપિયાની આસપાસની વિદેશી હૂંડિયામણની બચત સહિત અન્ય ઘણા લાભો પણ પ્રાપ્ત થયા છે.

પીએમ નરેન્દ્ર મોદી બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી સપ્તાહ (IEW) 2023નું ઉદ્ઘાટન કરશે. 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા, IEWનો ઉદ્દેશ્ય ઉર્જા ટ્રાન્ઝિશન પાવરહાઉસ તરીકે ભારતની વધી રહેલી શક્તિને પ્રદર્શિત કરવાનો છે. આ કાર્યક્રમ પરંપરાગત અને બિન-પરંપરાગત ઉર્જા ઉદ્યોગ, સરકારો અને શિક્ષણવિભાગના અગ્રણીઓને જવાબદારીપૂર્ણ ઉર્જા ટ્રાન્ઝિશનના કારણે રજૂ થતા હોય તેવા પડકારો અને અવસરો અંગે ચર્ચા કરવા માટે એકસાથે લાવશે. તેમાં સમગ્ર દુનિયામાંથી 30 થી વધુ મંત્રીઓની ઉપસ્થિતિ જોવા મળશે. ભારતના ઉર્જા ભવિષ્યના પડકારો અને તકોની ચર્ચા કરવા માટે 30,000 થી વધુ પ્રતિનિધિઓ, 1,000 પ્રદર્શકો અને 500 વક્તા એકઠા થશે. આ કાર્યક્રમ દરમિયાન, પીએમ વૈશ્વિક તેલ અને ગેસ કંપનીઓના CEO સાથે ગોળમેજી સંવાદમાં ભાગ લેશે. તેઓ ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં અનેકવિધ પહેલનો પણ પ્રારંભ કરશે.

ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ સરકાર દ્વારા ધ્યાનમાં રાખવામાં આવતા મુખ્ય ક્ષેત્રો પૈકી એક છે. સરકારના નિરંતર પ્રયાસોના પરિણામ સ્વરૂપે, 2013-14 થી ઇથેનોલ ઉત્પાદનની ક્ષમતામાં છ ગણો વધારો જોવા મળ્યો છે. ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ અને જૈવઇંધણ (બાયોફ્યુઅલ) કાર્યક્રમ હેઠળ છેલ્લાં આઠ વર્ષ દરમિયાન મળેલી સિદ્ધિઓએ માત્ર ભારતની ઉર્જા સુરક્ષામાં વધારો નથી કર્યો, પરંતુ તેના પરિણામે 318 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને લગભગ 54,000 કરોડ રૂપિયાની આસપાસની વિદેશી હૂંડિયામણની બચત સહિત અન્ય ઘણા લાભો પણ પ્રાપ્ત થયા છે. પરિણામે, 2014 થી 2022 દરમિયાન ઇથેનોલના પુરવઠા માટે આશરે રૂ. 81,800 કરોડની ચુકવણી કરવામાં આવી છે અને ખેડૂતોને રૂ. 49,000 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.

પીએમ મોદી ઇથેનોલ મિશ્રણ રોડમેપને અનુરૂપ, 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના 84 રિટેલ આઉટલેટ્સ પર E20 ઇંધણના વેચાણનો પ્રારંભ કરશે. E20 એ પેટ્રોલ સાથે 20% ઇથેનોલનું મિશ્રણ છે. સરકાર 2025 સુધીમાં ઇથેનોલનું સંપૂર્ણ 20% મિશ્રણ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગે છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 2G-3G ઇથેનોલ પ્લાન્ટ સ્થાપી રહી છે જે આ દિશામાં પ્રગતિને વધુ સરળ બનાવશે. નરેન્દ્ર મોદી ગ્રીન મોબિલિટી રેલીને પણ લીલી ઝંડી આપશે. આ રેલીમાં ગ્રીન એનર્જીના સ્રોતો પર ચાલતા વાહનોની સહભાગીતા જોવા મળશે અને તેનાથી ગ્રીન ઇંધણ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં મદદ મળશે.

તેમજ નરેન્દ્ર મોદી ઇન્ડિયન ઓઇલની ‘અનબોટલ્ડ’ પહેલ હેઠળ ગણવેશ લોન્ચ કરશે. સિંગલ-યુઝ પ્લાસ્ટિકને તબક્કાવાર રીતે નાબૂદ કરવાની પીએમની દૂરંદેશી દ્વારા સંચાલિત આ પ્રયાસ હેઠળ, ઇન્ડિયન ઓઇલ દ્વારા રિટેઇલ ગ્રાહક એટેન્ડન્ટ્સ અને LPG ડિલિવરી કર્મચારીઓ માટે રિસાઇકલ પોલિએસ્ટર (rPET) અને કપાસમાંથી બનેલો ગણવેશ અપનાવવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલના ગ્રાહક એટેન્ડન્ટના ગણવેશનો દરેક સેટ લગભગ 28 વપરાયેલી PET બોટલના રિસાઇકલિંગને સમર્નથ કરશે. ઇન્ડિયન ઓઇલ આ પહેલને ટકાઉ વસ્ત્રો માટેની બ્રાન્ડ ‘અનબોટલ્ડ’ દ્વારા આગળ ધપાવી રહી છે, જે રિસાયકલ કરેલા પોલિએસ્ટરમાંથી બનાવેલી વસ્તુઓના વેચાણ માટે લોન્ચ કરવામાં આવી છે. આ બ્રાન્ડ હેઠળ, ઇન્ડિયન ઓઇલ અન્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ગ્રાહક એટેન્ડેન્ટ્સ માટે ગણવેશની જરૂરિયાત મુજબ, સૈન્ય માટે બિન-યોદ્ધા ગણવેશ માટે, સંસ્થાઓ માટે ગણવેશ/ડ્રેસનું વેચાણ કરવાનો અને છૂટક ગ્રાહકોને વેચાણ કરવાનું લક્ષ્ય રાખે છે.

પીએમ ઇન્ડિયન ઓઇલની ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમના ટ્વીન-કુકટોપ મોડલનું પણ લોકાર્પણ કરશે અને વ્યાપારી ધોરણે તેનો અમલ કરવા માટે પણ પ્રારંભ કરાવશે. ઇન્ડિયન ઓઇલે અગાઉ સિંગલ કૂકટોપ સાથે આવિષ્કારી અને પેટન્ટ લીધેલી ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમ તૈયાર કરી હતી. આના માટે પ્રાપ્ત થયેલા પ્રતિસાદના આધારે, ટ્વીન-કુકટોપ ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી છે જે વપરાશકર્તાઓને વધુ સુગમતા અને સરળતા પ્રદાન કરે છે. તે એક ક્રાંતિકારી ઇન્ડોર સોલર કૂકિંગ ઉકેલ છે જે એકસાથે સૌર અને સહાયક ઉર્જા સ્રોતો પર કામ કરે છે અને તેને ભારત માટે રસોઇનો ભરોસાપાત્ર ઉકેલ બનાવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code