Site icon Revoi.in

મ્યાનમારમાં હવાઈ દળના વધુ બે વિમાનો દ્વારા ભારત રાહત સામગ્રી મોકલશે

Social Share

નવી દિલ્હીઃ ભારત-મ્યાનમારમાં હવાઈ દળના વધુ બે વિમાનો દ્વારા રાહત સામગ્રી મોકલશે. રાહત કાર્ય ઓપરેશન બ્રહ્માના ભાગ રૂપે ભારતીય વિમાનો ટૂંક સમયમાં હિંડોન એરફોર્સ સ્ટેશનથી રવાના થશે તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. દરમિયાન ભારતીય વાયુસેનાનું C-130J વિમાન, 15 ટન તાત્કાલિક માનવતાવાદી સહાયનો પ્રથમ જથ્થો લઈને આજે સવારે યાંગોનમાં ઉતરી ગયું છે.

રાહત પેકેજમાં તંબુ, ધાબળા, સ્લીપિંગ બેગ, ફૂડ પેકેટ, સ્વચ્છતા કીટ, જનરેટર અને રસોડાના સેટનો સમાવેશ થાય છે. વધુમાં, આપત્તિથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે પેરાસિટામોલ, એન્ટિબાયોટિક્સ, સિરીંજ, મોજા અને પાટો જેવા મહત્વપૂર્ણ તબીબી પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં, વિદેશ મંત્રી ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે આ સાથે શોધ અને બચાવ ટીમ અને તબીબી ટીમ પણ હતી. દરમિયાન, મ્યાનમાર ખાતેનું ભારતીય દૂતાવાસ ભારત તરફથી સહાય અને રાહત પુરવઠો ઝડપથી મળે તે માટે મ્યાનમારના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે. દૂતાવાસ મ્યાનમારમાં ભારતીય સમુદાય સાથે પણ સતત સંપર્કમાં છે.