Homeગુજરાતીઆજથી ભારત-અમેરિકાની વાયુસેના વચ્ચે સંયુક્ત અભ્યાસનો આરંભ - ચીનની હવે ખેર નથી

આજથી ભારત-અમેરિકાની વાયુસેના વચ્ચે સંયુક્ત અભ્યાસનો આરંભ – ચીનની હવે ખેર નથી

  • ભારત-અમેરિકાની વાયુસેના વચ્ચે સંયુક્ત અભ્યાસનો આરંભ
  • બંગાળમાં શરુ કરશે યુદ્ધાભ્યાસ
  • F-15, સુખોઈ-30 સહીતના ફાઈજેટની જોવા મળશે તાકાત

દિલ્હીઃ- પીએમ મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો ગાઢ બની રહ્યા છે અનેક ક્ષેત્રમાં વિદેશ સાથે મળીને અનેક કવાયત હાથ ઘરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો વાયુસેના અને નૌસેના અનેક દેશો સાથે મળીને સંયુક્ત અભ્યાસ હાથ ઘરે છે ત્યારે હવે અમેરિકાની વાયુસેના અને ભારતની વાયુસેના સંયુક્ત રીતે આજે સોમવારથી  યુદ્ધાભ્યાસ કરતી જોવા મળશે.

 ઉલ્લેખનીય છે કે ચીન સાથે ચાલી રહેલી માથાકૂટ વચ્ચે, યુએસ અને ભારતના વિશેષ દળો સોમવારથી આગળના વિસ્તારોમાં લડાયક વિમાનોના સંચાલન માટે તાલીમ કેન્દ્રો પર દાવપેચ શરૂ કરશે. જોકે, શેડ્યૂલમાં કેટલાક ફેરફારની પણ શક્યતા છે. આ સંયુક્ત કવાયતને ‘કોપ ઈન્ડિયા’ નામ આપવામાં આવ્યું છે.

વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે યુએસ એરફોર્સના એફ-15 ફાઈટર જેટની એક ટુકડી તેમાં જોડાવા માટે કલાઈકુંડા એરબેઝ પહોંચશે.પ્રથમ વખત કોપ ઈન્ડિયા કવાયત વર્ષ 2004માં ગ્વાલિયરના એરફોર્સ સ્ટેશન ટેકનપુર ખાતે યોજાઈ હતી.

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, કવાયતનું ધ્યાન ફ્રન્ટલાઈન વિસ્તારોમાં નિર્ધારિત લક્ષ્યો સુધી બોમ્બની ચોક્કસ ડિલિવરી માટે લેસરની મદદથી લક્ષ્યોને નિશાન બનાવવા પર રહેશે. આ અંતર્ગત બંને દેશોના ફાઇટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સહિત અન્ય સૈન્ય એકમો અને સાધનો. તે બંગાળના કલાઈકુંડા પહોંચે તેવી શક્યતા છે.

જાણકારી પ્રમાણે આ કવાયતનો હેતુ બંને દેશોની વાયુ સેના વચ્ચે પરસ્પર સમજણ વધારવાનો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા ભારત સાથે રક્ષા સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા ભારતને સૈન્ય ઉપકરણોની નિકાસ વધારવા માંગે છે. યુક્રેન યુદ્ધના મામલે ભારતની કૂટનીતિ ઘણી સફળ રહી છે.

આ સંયુક્ત કવાયતમાં ભારતીય વાયુસેનાના સુખોઈ-30 અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ પોતાની  તાકાત બતાવશે. કવાયતમાં મેક ઈન ઈન્ડિયા ઝુંબેશ હેઠળ સ્વદેશી વિમાનની તાકાત બતાવવા માટે ભારત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસને પણ મેદાનમાં ઉતારી શકે તેવી સંભઆવનાઓ દેખાઈ રહી છે. જ્યાં રશિયાએ ભારતના વખાણ કર્યા છે અને તેને એક મહત્વપૂર્ણ સહયોગી ગણાવ્યો છે ત્યાં અમેરિકા પણ ભારતનું મહત્વ સમજે છે.

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular