નવી દિલ્હી: ભારતીય શટલર લક્ષ્ય સેન ઓસ્ટ્રેલિયન ઓપનના મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યા છે. ગઈકાલે સિડનીમાં રમાયેલી રોમાંચક સેમિફાઇનલમાં ચાઇનીઝ તાઈપેઈના ખેલાડીને 17-21, 24-22, 21-16થી હાર આપી હતી. લક્ષ્ય સેન આજે ફાઇનલમાં જાપાનના યુશી તનાકા સામે ટકરાશે.
ક્વાર્ટર ફાઇનલમાં પોતાના સાથી ભારતીય આયુષ શેટ્ટીને હરાવ્યા બાદ, લક્ષ્ય સેન સ્પર્ધામાં બાકી રહેલો એકમાત્ર ભારતીય શટલર છે. ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડીની મેન્સ ડબલ્સ જોડી પણ ક્વાર્ટર ફાઇનલમાં હારી હતી અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ હતી.

