1. Home
  2. ગુજરાતી
  3. ભારતની બ્રહ્મોસ મિસાઈલનો દબદબો: ફિલિપાઈન્સ બાદ હવે ઈન્ડોનેશિયા સાથે થશે કરોડોનો સોદો
ભારતની બ્રહ્મોસ મિસાઈલનો દબદબો: ફિલિપાઈન્સ બાદ હવે ઈન્ડોનેશિયા સાથે થશે કરોડોનો સોદો

ભારતની બ્રહ્મોસ મિસાઈલનો દબદબો: ફિલિપાઈન્સ બાદ હવે ઈન્ડોનેશિયા સાથે થશે કરોડોનો સોદો

0
Social Share

નવી દિલ્હી, 10 માર્ચ 2026: ભારતની સંરક્ષણ નિકાસ ક્ષેત્રે વધુ એક મોટી સફળતા મળી રહી છે. ઈન્ડોનેશિયાએ પોતાની દરિયાઈ સરહદો અને દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત કરવા માટે ભારતની ઘાતક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ‘બ્રહ્મોસ’ ખરીદવાનો અંતિમ નિર્ણય લઈ લીધો છે. રક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડોનેશિયા આ ખરીદી માટે તેની એક બેંક દ્વારા ફાઇનાન્સિંગ (ધિરાણ) ની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યું છે.

બેંક સાથે જોડાયેલી કાગળની કાર્યવાહી અને નાણાકીય પ્રક્રિયા પૂર્ણ થતાં જ આગામી 2 થી 3 મહિનાની અંદર ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે સત્તાવાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રથમ તબક્કામાં ઈન્ડોનેશિયા બ્રહ્મોસ મિસાઈલની એક બેટરી ખરીદશે અને ત્યારબાદ તબક્કાવાર રીતે તેની સંખ્યા વધારવાની યોજના છે. ગત વર્ષે નવેમ્બરમાં ઈન્ડોનેશિયાના રક્ષામંત્રી સજાફ્રી સજામસોએદ્દીન ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે બ્રહ્મોસ મિસાઈલના મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત લીધી હતી. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમને બ્રહ્મોસ મિસાઈલનું એક ખાસ મોડેલ પણ ભેટમાં આપ્યું હતું. જો આ સોદો પાર પડશે, તો ઈન્ડોનેશિયા ફિલિપાઈન્સ પછી બ્રહ્મોસ ખરીદનાર વિશ્વનો બીજો દેશ બની જશે. ફિલિપાઈન્સે વર્ષ 2022માં બ્રહ્મોસની ત્રણ બેટરીઓ ખરીદી હતી.

બ્રહ્મોસ એ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે. આ મિસાઈલ વિશ્વની એકમાત્ર સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે, જે અવાજની ગતિ કરતા લગભગ ત્રણ ગણી ઝડપે ઉડે છે. આ મિસાઈલના નિકાસ સંસ્કરણની મારક ક્ષમતા અંદાજે 290 કિલોમીટર છે. તે એન્ટી-શિપ, ગ્રાઉન્ડ એટેક અને દરિયાકાંઠાના સંરક્ષણ જેવા અનેક મિશન પાર પાડવામાં સક્ષમ છે. દક્ષિણ ચીન સાગરમાં વધતા તણાવ વચ્ચે ઈન્ડોનેશિયા દ્વારા ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદવાનો નિર્ણય વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો આકરો પલટવાર: હોર્મુઝમાંથી એક લિટર તેલ પણ બહાર નહીં જવા દઈએ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code