નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ 2030 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. તેઓ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ચેમ્બર ઓફ મરાઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર – CMIA ના ‘મરાઠવાડા – આત્મનિર્ભર ભારતની સંરક્ષણ ભૂમિ’ વિષય પર આયોજિત સંવાદ સત્રમાં સંબોધન કરી રહ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોરના વિસ્તરણ માટે વધારાની 8 હજાર એકર જમીન સંપાદિત કરવામાં આવશે, જે હાલમાં 10 હજાર એકરમાં ફેલાયેલો છે. સંરક્ષણ મંત્રીએ વીર શિરોમણી મહારાણા પ્રતાપની ઘોડા પર સવારી કરતી પ્રતિમાનું અનાવરણ પણ કર્યું.
ભારતની સંરક્ષણ નિકાસ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચશેઃ રાજનાથ સિંહ
