1. Home
  2. ગુજરાતી
  3. નસીબ ચમક્યું! એક વ્યક્તિએ ભૂલથી લોટરી ટિકિટ ખરીદી અને રાતોરાત બની ગયો કરોડપતિ
નસીબ ચમક્યું! એક વ્યક્તિએ ભૂલથી લોટરી ટિકિટ ખરીદી અને રાતોરાત બની ગયો કરોડપતિ

નસીબ ચમક્યું! એક વ્યક્તિએ ભૂલથી લોટરી ટિકિટ ખરીદી અને રાતોરાત બની ગયો કરોડપતિ

0
Social Share

નવી દિલ્હી: એવું કહેવાય છે કે, જ્યારે નસીબ ચમકે છે ત્યારે વ્યક્તિ રાતોરાત ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. રંક પણ રાજા બની જાય છે. નસીબ કોને કહેવાય તેનો એક તાજેતરનો કિસ્સો સાંભળીને તમે દંગ થઇ જશો. કેટલીકવાર ભૂલ પણ તમને કરોડપતિ બનાવી શકે છે.

હકીકતમાં, અમેરિકાના ઉત્તરી કૌરોલિનામાં વસવાટ કરતા સ્ટોકી થોમસ નામના વ્યક્તિએ ભૂલથી એક જ લોટરીની બે ટિકિટ ખરીદી હતી અને બંને ટિકિટમાં તેને લોટરી લાગી હતી.

આ બંને લોટરીથી આ અમેરિકન રાતોરાત કરોડપતિ બની ગયો છે. ભૂલથી એક જ લોટરીમાંથી બે ટિકિટ ખરીદી હતી અને તેના નસીબ એવા તો ચમક્યા કે તેની બંને લોટરી ટિકિટ લાગી ગઇ હતી.

અમેરિકાના નોર્થ કેરોલિનાના સ્કોટી થોમસે આ લોટરીથી 5.5 કરોડ રૂપિયા જીત્યા છે. થોમસે કહ્યું કે, એક દિવસ તે ઘરે હતો, તેને તેણે માત્ર સમય પસાર કરવા માટે લોટરી ફોર લાઇફની ટિકિટ ખરીદવાની યોજના બનાવી હતી. ત્યારબાદ આ માટે ઑનલાઇન પ્રક્રિયા કરી હતી.

થોમસે ઉમેર્યું કે, તેને ખરેખર ખબર નહોતી કે મેં ક્યારે બે વાર વિગતો ભરી અને એકને બદલે બે ટિકિટ ખરીદી. મને લાગ્યું કે, મેં તે જ લોટરી ટિકિટ ખરીદી છે. પરંતુ બીજા દિવસે મારા પુત્રએ કહ્યું કે, એક જ લોટરીની ટિકિટ 2 જુદી જુદી રકમ શા માટે લખેલી છે. ત્યારે મને ખબર પડી કે મેં ભૂલથી આ જ લોટરીની 2 ટિકિટ ખરીદી લીધી છે.

જ્યારે તેને લોટરી લાગી છે તેવા સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ ખુશીમાં ઉછળવા માંડ્યા હતા. થોમસે ખુશી વ્યક્ત કરી હતી કે, જ્યારે સમાચાર મળ્યા ત્યારે હું થોડા સમય માટે તો જમીન પર જ સુઇ ગયો હતો. કારણ કે મને તે એક ચમત્કાર જ લાગી રહ્યો હતો. હવે મને મારી ભૂલનો આનંદ થાય છે જેનાથી હું માલામાલ થયો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code