1. Home
  2. ગુજરાતી
  3. જો બાઇડેન પ્રશાસને H-1B Visa પર ટ્રમ્પની નીતિઓને હટાવી
જો બાઇડેન પ્રશાસને H-1B Visa પર ટ્રમ્પની નીતિઓને હટાવી

જો બાઇડેન પ્રશાસને H-1B Visa પર ટ્રમ્પની નીતિઓને હટાવી

0
  • H-1B વિઝાધારકો માટે મહત્વના સમાચાર
  • જો બાઇડેન પ્રશાસને H-1B વિઝા પરની ટ્રમ્પની નીતિઓ હટાવી
  • જો બાઇડેનના પ્રશાસનના આ નિર્ણયથી ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મોટી રાહત

વોશિંગ્ટન: H-1B વિઝાધારકો માટે સારા સમાચાર છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેનના નેતૃત્વવાળી સરકારે એચ-1બી વિઝા પર પૂર્વ ટ્રમ્પ સરકારની નીતિઓને હાલ પૂરતી ટાળવાનો નિર્ણય લીધો છે. જેની સાથે 31 ડિસેમ્બર સુધી એચ-1બી વિઝા ઇશ્યૂ કરવામાં લોટરી સિસ્ટમ યથાવત્ રાખવાની ભલામણ પણ કરી હતી. જો બાઇડેનના પ્રશાસનના આ નિર્ણયથી ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મોટી રાહત મળે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિતેલા વર્ષની શરુઆતમાં જ ટ્રમ્પ પ્રશાસને H-1B Visaને લઇને નવી નીતિઓ અમલમાં લાવવાનુ એલાન કર્યુ હતું. જે હેઠળ લોટરી સિસ્ટમને ખતમ કરવાની સાથે પગાર અને મેરિટના આધારે Visa આપવાનુ નક્કી કર્યું હતું. ટ્રમ્પ સરકારના આ નિર્ણયને લીધે ભારતીયો માટે કપરી સ્થિતિ ઉભી થઇ હોવાનું માનવામાં આવતુ હતું.

United States Citizenship and Immigration Servicesએ ગુરુવારે એના એક નિવેદનમાં જાહેર કર્યું હતું કે ટ્રમ્પ કાળમાં નવા નિયમોને 31 ડિસેમ્બર 2021 સુધી હટાવી લેવામાં આવ્યા છે. આ નિયમોનો નવ માર્ચથી અમલમાં લાવવામાં આવશે. USCISનું કહેવુ હતું કે બિડેન સરકારના નિર્ણયથી એચ1બી વીઝા પ્રક્રિયાને સુઘડ બનાવવામાં મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે 20 જાન્યુઆરીએ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનેલા જો બિડેન એ ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે તેઓ એચ1બી વીઝા પર લાગેલા પ્રતિબંધોને ખતમ કરશે, તેમણે ટ્રમ્પ નીતિઓને ક્રૂર ગણાવી હતી.

અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ વર્ષ 2017માં ડોનાલ્ડ ટ્રમ્પે વર્ક વીઝાના નિયમોને કડક કર્યા હતા. તેમણે કોરોના મહામારીને લીધે એચ1બી સહિત અલગ-અલગ પ્રકારના વર્ક વીઝા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ લંબાવ્યો હતો. H-1B Visa ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં લોકપ્રિય છે. જેના આધારે અમેરિકન કંપનીઓ High Skiled વિદેશી નાગરિકોને નોકરી આપે છે. દર વર્ષે અલગ-અલગ પ્રકારના 85 હજાર Visa ઇશ્યુ કરવામાં આવે છે. આ Visaનો સમયગાળો 3 વર્ષનો હોય છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code